કોરોનાના દર્દીઓની સારવાર માટે ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ ઓક્સિકેર સિસ્ટમના 1 લાખ 50 હજાર યુનિટ ખરીદવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઓક્સિકેર એક ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે જે ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પર આધારિત છે. ડીઆરડીઓએ વિવિધ ઉદ્યોગોને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરી દીધી છે જેથી કરીને દેશમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય.
ડીઆરડીઓએ વિવિધ ઉદ્યોગોને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરી
સરંક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે, 1 લાખ મેન્યુઅલ અને 50 હજાર ઓટોમેટિક ઓક્સિકેર સિસ્ટમ ખરીદવામાં આવશે.
ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવાનો ઓર્ડર
મંત્રાલયના જણાવ્યા અનુસાર એક લાખ મેન્યુઅલ અને 50,000 ઓટોમેટિક ઓક્સિકેર સિસ્ટમ ખરીદવામાં આવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓક્સિકેર સિસ્ટમ એસપીઓટુ લેવલ આધારિત સપ્લિમેન્ટલ ઓક્સિજનન પૂરુ પાડે છે. ઓક્સિકેર સિસ્ટમનો વિકાસ ડીઆરડીઓની બેંગાલુરુ સ્થિત ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (ડીઇબીઇઅએલ) દ્વારા કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment