ગુજરાતની સરહદો સીલ, રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સરકાર દ્વારા આજથી રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હવે ગુજરાતના પડોશી રાજ્યોમાંથી પ્રવેશ કરનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. Corona RT-PCR Report
રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરવા માંગતા તમામ મુસાફરોને કોરોના ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાથે સંકળાયેલી રાજસ્થાનની તમામ સરહદો પર ફરજિયાત કોરોના ટેસ્ટ બાદ રિપોર્ટ નેગેટિવ હશે, તો જ પ્રવેશ આપવામાં આવશે.
રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ, થરાદ અને ધાનેરા ચેક પોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એન્ટીજન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશથી આવનારા મુસાફરો માટે દાહોદ ચેક પોસ્ટ પર મુસાફરીના 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે, તેને જ એન્ટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત દાહોદમાં એન્ટ્રી કરી રહેલા સૌ કોઈનું મેડિકલ સ્ક્રિનિંગ પણ થઈ રહ્યું છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે ગુજરાતનું આરોગ્ય ખાતુ પણ હરકતમાં આવ્યું છે. જે મુજબ મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરવા માંગતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સિવાય દરેક મુસાફરોનો મેડિકલ સ્ક્રિનિંગ પણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:CM રૂપાણીનો જનતાજોગ સંદેશ, વિનમ્રતાથી હાથ જોડી ગુજરાતની જનતાને કરી આ અપીલ
આજ રીતે રાજ્યના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ માટે પણ સરકાર દ્વારા SoP જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનમાં ગુજરાત આવી રહેલા પેસેન્જરોએ પણ 72 કલાક પહેલા કઢાવેલો RT-PCR ટેસ્ટ પોતાની પાસે રાખવો પડશે અને અધિકારીઓ માંગે ત્યારે બતાવવો પડશે. આજ રીતે એસટીંમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરો માટે પણ RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ. જ્યારે એરપોર્ટ પર પણ જો કોઈ મુસાફર ગુજરાતમાં પ્રવેશે, ત્યારે તેની પાસે 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જો કોઈ પેસેન્જર પાસે RT-PCR રિપોર્ટ નહીં હોય, તો તેણે સ્વખર્ચે એરપોર્ટ ઉપર જ RT-PCR રિપોર્ટ કરાવાનો રહેશે.
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. તેનો રિપોર્ટ ના આવે, ત્યાં સુધી મુસાફરને એરપોર્ટમાં જ બેસી રહેવું પહશે. જો પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ આવશે, તો જ તેને બહાર જવા દેવામાં આવશે.
No comments:
Post a Comment