Search This Website

Tuesday, April 27, 2021

RBIની ચેતવણીઃ દેશમાં કોરોનાની આ ઝડપ નહીં અટકે તો મોંઘવારી વધી શકે છે




RBIની ચેતવણીઃ દેશમાં કોરોનાની આ ઝડપ નહીં અટકે તો મોંઘવારી વધી શકે છે







કોરોનાના કેસો વધવાનું નહીં અટકે અને લોકડાઉન લાગશે તો મોંઘવારી વધવાનું જોખમ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ચેતવણી (RBI inflation warning) આપી છે કે જો દેશમાં કોરોના સંક્રમણ વધવાની આ ઝડપ નહીં અટકે તો મોંઘવારી વધી શકે છે. સાથે સપ્લાય ચેઇન પર પણ અસર થિ શકે છે. આરબીઆઇના તાજેતરના આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI)આધારિત મોંઘવારી દર માર્ચ મહિનામાં વધીને 5.5 ટકા થઇ ગયું. જે ફેબ્રુઆરીમાં 5 ટકા હતું.

આરબીઆઇએ પોતાના એપ્રિલ માટે જારી કરાયેલા બુલેટિનમાં જણાવ્યું કે જો દેશમાં કોરોનાના વધતા કેસો નહીં અટકે અને લોકડાઉન લાગે છે તો તેની અસર સપ્લાય પર પડશે. પરિણામે દેશમાં મોંઘવારી વધવાનું જોખમ છે.


ઝડપથી કોરોનાને કાબુમાં લેવું જરુરી

રિઝર્વ બેન્કનું માનવું છે કે જો કોરોનાને કાબુમાં લેવામાં નહીં આવે તો તેનીથી સામાનની અવર-જવર પર લાંબા ગાળા સુધી પ્રતિબંધ લાગી શકે છે. જેની અસર સપ્લાય ચેઇન પર જોવા મળશે અને દેશની સપ્લાય ચેઇન તૂટશે તો ફ્યુઅલ ફૂગાવો વધશે. જેના પગલે સમગ્ર દેશમાં મોંઘવારી (RBI inflation warning) વધવાનું જોખમ ઉભુ થશે.

આરબીઆઇએ બુલેટિનમાં જણાવ્યું કે કોરોના મહામારી પ્રોટોકોલ, વેક્સિનેશનમાં ઝડપ, હોસ્પિટલો અને તેના સાથે સંકળાયેલી સુવિધાઓના વિસ્તારની સાથે મહામારી પછી મજબૂત અને ટિકાઉ ગ્રોથ પર ફોકસથી આગળનો માર્ગ ખુલશે. આપણે જો આ મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો ઝડપથી આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.
2026 સુધી 2થી 6 ટકા મોંઘવારીનું લક્ષ્ય

સરકારે આરબીઆઇને 31 માર્ચ 2026 સુધી મોંઘવારી 2થી 6 રાખવાનું લક્ષ્ય આપ્યું છે. પરંતુ હાલની સ્થિતિમાં રિઝર્વ બેન્ક માટે તે એક મોટો પડકાર છે. દેશમાં કોરોનાના કેસો વધતા ઘણા રાજ્યોમાં લોકડાઉનની સાથે કડક પાબંદીઓ લાદવામાં આવી છે. જેના કારણે આઉટલુકમાં બહુ અનિશ્ચિત્તા વર્તાઇ રહી છે.



રાજધાની દિલ્હીમાં છેલ્લા 15 દિવસથી લોકડાઉન છે. મહારાષ્ટ્ર જેવા મોટ રાજ્યમાં લોકડાઉનને કારણે સપ્લાય ચેઇનને અસર થઇ છે. જ્યારે ઘણા રાજ્યોમાં સ્થઆનિક સ્તરે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેની પણ આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. RB

No comments:

Post a Comment