Search This Website

Tuesday, April 6, 2021

RBIની ગાઈડલાઈન:UPI પેમેન્ટ ફેલ થઈ જાય તો બેંક દરરોજ 100 રૂપિયાનું વળતર ચૂકવશે, અહીં કરવી પડશે ફરિયાદ

 

*RBIની ગાઈડલાઈન:UPI પેમેન્ટ ફેલ થઈ જાય તો બેંક દરરોજ 100 રૂપિયાનું વળતર ચૂકવશે, અહીં કરવી પડશે ફરિયાદ...*



રિઝર્વ બેંકની ડિજિટલ ટ્રાન્ઝેક્શન 2019ની ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત ફરિયાદ કરવી પડશે.


1 એપ્રિલ 2021થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે, એ દિવસે દેશની સરકારી અને પ્રાઈવેટ બેંકોના UPI અને IMPS ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા. આવી સ્થિતિમાં ગ્રાહકોના પૈસા પણ ફસાઈ ગયા હતા. જો તમારું UPI ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને બેંક તેને સમયસર તમારા ખાતામાં પરત નથી કરતી તો તમારે શું કરવું જાણો.


*1 એપ્રિલ 2021ના રોજ UPI પેમેન્ટ ફેલ થયા*

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 1 એપ્રિલની સાંજ સુધીમાં, મોટાભાગની બેંકોમાં કામકાજ સામાન્ય થઈ ગયું હતું. ગ્રાહકોને અવિરત IMPS અને UPI સર્વિસ મળવા લાગી હતી. તેમ છતાં ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયા બાદ પણ તેમને પૈસા પાછા મળ્યા નથી.


*RBIની ગાઈડલાઈન*

જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેમનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું છે તો તમારે રિઝર્વ બેંક (RBI)ની ઓક્ટોબર 2019ની ગાઈડલાઈન વિશે જાણવું જોઈએ, તેનાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે. આ સર્ક્યુલર અંતર્ગત પૈસાના ઓટો રિવર્સલને લઈને એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો આ સમય મર્યાદાની અંદર ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ અથવા રિવર્સલ ન થાય તો બેંકને ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. સર્ક્યુલરના અનુસાર, સમયમર્યાદા પૂરી થયા પછી, દરરોજ 100 રૂપિયા દરે વળતર આપવું પડશે.


સર્ક્યુલરના અનુસાર, જો UPI ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને ગ્રાહકોના અકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે પરંતુ પૈસા બેનિફિશિયરીના ખાતામાં પૈસા નથી પહોંચતા તો ઓટો-રિવર્સલ ટ્રાન્ઝેક્શનની તારીખથી 1 દિવસમાં થઈ જવું જોઈએ.


*અહીં કરી શકો છો ફરિયાદ*

સૌથી પહેલા તમારે સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરવી જોઈએ. તમારે Raise Dispute પર જવું પડશે. અહીં તમારી ફરિયાદ નોંધાવી. પ્રોવાઈડર તમારી ફરિયાદને સાચી થવા પર પૈસા પરત આપશે. જો ફરિયાદ કરવા છતાં બેંક તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળતો તો તમે રિઝર્વ બેંકની ડિજિટલ ટ્રાન્ઝેક્શન 2019ની ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત ફરિયાદ કરી શકો છો.


*સૌજન્ય :Divya bhaskar online*

No comments:

Post a Comment