Search This Website

Sunday, April 4, 2021

કોરોના કેસ વધતા PM મોદી એક્શનમાં, તાબડતોબ બોલાવી હાઈ-લેવલ બેઠક, આ મુદ્દે કરાશે સમીક્ષા




કોરોના કેસ વધતા PM મોદી એક્શનમાં, તાબડતોબ બોલાવી હાઈ-લેવલ બેઠક, આ મુદ્દે કરાશે સમીક્ષા


કોરોના કેસ વધતા PM મોદી એક્શનમાં, તાબડતોબ બોલાવી હાઈ-લેવલ બેઠક, આ મુદ્દે કરાશે સમીક્ષા

posted on APRIL 4, 2021at 11:29 AM





કોરોના સંક્રમણ, કોરોના ટેસ્ટ અને રસીકરણ અંગે સમીક્ષા


પીએમ મોદીની સાથે બેઠકમાં કેબિનેટ સચિવ અને મુખ્ય સચિવ હાજર


આજે દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા



કોરોનાના કહેરને ધ્યાને રાખીને આ સંબંધિત મુદ્દાઓ અને રસીકરણની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે એક હાઇ-લેવલ બેઠક બોલાવી છે. બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ, ડૉ. વિનોદ પૉલ સહિત તમામ વરિષ્ઠ અધિકારી ભાગ લઇ રહ્યા છે.


દરરોજના કેસ નોંધાવા મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે, જાણો આજના કોરોનાના આંકડા

દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા છે. જે અંદાજિત ગત 5 મહિનામાં એક દિવસના સૌથી વધુ કેસ છે. ત્યારે, 24 કલાકમાં 513 મોત થયા છે. આ દરમિયાન 60,048 દર્દી પણ સાજા થયા છે. કોરોનાના કુલ કેસ વધીને 1,24,85,509 થઇ ગયા છે. અત્યાર સુધી આ વાયરસને 1,16,29,289 દર્દી સાજા થઇ ચૂક્યા છે. દેશભરમાં કોરોનાના 6,91,597 એક્ટિવ કેસ છે. ત્યારે, આ ઘાતક વાયરસથી કુલ 1,64,623 મોત થઇ ચૂક્યા છે. આ સાથે જ ફરી એકવાર રોજના કોરોના કેસોના મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે પહોંચી ગયું છે. શુક્રવારે અંદાજિત 89,000 નવા કેસ નોંધાયા હતા જે દુનિયામાં સૌથી વધુ હતા. ત્યારબાદ અમેરિકા(70,024) અને બ્રાઝીલ(69,662)નો નંબર હતો.




India reports 93,249 new #COVID19 cases, 60,048 discharges, and 513 deaths in the last 24 hours, as per the Union Health Ministry

Total cases: 1,24,85,509

Total recoveries: 1,16,29,289

Active cases: 6,91,597

Death toll: 1,64,623

Total vaccination: 7,59,79,651 pic.twitter.com/026IX9OPtW


— ANI (@ANI) April 4, 2021

ગઇકાલે 11 લાખ 60 હજારથી વધુ ટેસ્ટ

દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ માટે 24,81,25,980 ટેસ્ટ થઇ ચૂક્યા છે. ગઇકાલે 3 એપ્રિલે 11,66,716 કોરોના ટેસ્ટ થયા હતા.

ગઇકાલે 27 લાખથી વધુ રસી અપાઇ

દેશભરમાં કોરોના વાયરસ વિરૂદ્ધ રસીકરણ ચાલી રહ્યું છે. હજુ પણ કોરોના વેક્સિન 7,59,79,651 ડોઝ અપાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 27,38,972 ડોઝ અપાઇ ચૂક્યા છે.




COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/H1tYIxs6Qa


— ICMR (@ICMRDELHI) April 4, 2021

ત્રણ ગણી ઝડપથી વધી રહ્યી છે કોરોનાની બીજી લહેર

ભારતમાં કોરોનાની નવી લહેર ત્રણ ગણી ઝડપથી વધી રહી છે. બીજી લહેરમાં એક દિવસમાં 20 હજારથી 80 હજાર પહોંચવામાં અંદાજિત 20 દિવસ લાગ્યા. ગત વર્ષ પહેલી લહેર દરમિયાન આમાં 64 દિવસ લાગ્યા હતા. દેશમાં શુક્રવારે 89 હજારથી વધુ કેસ નોંધાયા અને આ ગત વર્ષના ઑલ ટાઇમ હાઈથી અંદાજિત 9 હજાર ઓછા રહ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આમાંથી 81.42 ટકા કેસ 8 રાજ્યોમાંથી છે. શનિવારે 714 લોકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં 86 ટકા મોત છે.

1.4 કરોડને પાર થઇ શકે છે કોરોનાના કેસની સંખ્યા

કોરોના વાયરસની બીજી લહેર દરરોજ નવો રેકૉર્ડ બનાવી રહી છે. ઝડપથી વધતા સંક્રમણ વચ્ચે બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાઇન્સ(IISC)ના એક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાનો હાલનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 1.4 કરોડને પાર કરી શકે છે અને હાલ એક્ટિવ કેસ અંદાજિત 3.2 લાખ હશે.

રિસર્ચસોનું કહેવું છે કે, એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોઇ શકે છે જ્યારે એક્ટિવ કેસ 7,3 લાખ સુધી જઇ શકે છે. આ રિસર્ચના અનુસાર, ખરાબ હાલતમાં મેના અંત સુધી એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

No comments:

Post a Comment