Search This Website

Sunday, April 25, 2021

હવે ઑક્સિજનની સમસ્યાનો આવશે અંત, PM CARES ફંડથી બનશે 551 પ્લાન્ટ





હવે ઑક્સિજનની સમસ્યાનો આવશે અંત, PM CARES ફંડથી બનશે 551 પ્લાન્ટ












નવી દિલ્હી: દેશમાં ઑક્સિજનની સમસ્યા દૂર કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. પીએમ કેયર્સ ફંડને લઈને સતત વિવાદ થતો રહ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે કહ્યું કે, આ ફંડની મદદથી સમગ્ર દેશમાં 551 PSA મેડિકલ ઑક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોમાં લગાવવામાં આવશે. PM Cares Fund Use


વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ પ્લાન્ટ જેમ બને તેમ જલ્દી લગાવવામાં આવે. આ પ્લાન્ટ્સ શરૂ થઈ જવાથી જિલ્લા સ્તરે ઑક્સિજનની સમસ્યામાંથી કાયમી છૂટકારો થઈ જશે. ભારતમાં કુલ 718 જિલ્લાઓ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, જુલાઈ-2018ના રિપોર્ટ અનુસાર દેશમાં 1003 જિલ્લા હોસ્પિટલો છે. આ હિસાબે જોઈએ તો બે જિલ્લા હોસ્પિટલો પર એક ઑક્સિજન પ્લાન્ટ હશે. જેનાથી વિકટ પરિસ્થિતિમાં પણ ઑક્સિજનની ઉપલબ્ધતા પર કોઈ અસર નહીં જોવા મળે.

આ ઑક્સિજન પ્લાન્ટ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જિલ્લા હોસ્પિટલોમાં લગાવવામાં આવશે. પ્લાન્ટ લગાવવા માટે ઈક્વિપમેન્ટની ખરીદી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવશે. અગાઉ પણ આ ફંડથી 201.58 કરોડ રૂપિયાની મદદથી 162 ડેડિકેટેડ મેડિકલ ઑક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી ચૂક્યાં છે. આ પ્લાન્ટ્સ પણ દેશની સરકારી હોસ્પિટલોમાં જ લગાવવામાં આવ્યા છે. PM Cares Fund Use



શું હોય છે PSA ઑક્સિજન પ્લાન્ટ? PM Cares Fund Use
PSA પ્લાન્ટ લિક્વિડ મેડિકલ ઑક્સિજન બેક અપ માટે રાખવામાં આવે છે. PSA પ્લાન્ટ 4 સપ્તાહમાં તૈયાર થાય છે અને એક સપ્તાહમાં લાગી જાય છે. જેનો ખર્ચો 40 થી 50 લાક રૂપિયાની આસપાસ છે. PSA પ્લાન્ટ મોટાભાગની હોસ્પિટલોમાં નથી. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, તે ગેસને ગેસમાં જ કન્વર્ટ કરે છે અને હવાથી ઑક્સિજન લઈને સીધો જ હોસ્પિટલોમાં પંપ કરે છે.જ્યારે લિક્વિડ મેડિકલ ઑક્સિજન મોટા પ્લાન્ટમાં કુલિંગ મેથડથી બને છે. જેમાં પહેલા ગેસને લિક્વિડમાં તબદીલ કરવામાં આવે છે. જે બાદ ક્રાયો ટેન્કર થકી હોસ્પિટલોની ટેન્કમાં ભરવામાં આવે છે.

No comments:

Post a Comment