Highlight Of Last Week
- 100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી
- GSEB APP: 25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Standard 10,11,12 Sci and Com and Board Paper
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત
- LIC BEST INCOME PLAN
Search This Website
Saturday, April 17, 2021
કોરોના સંક્રમણ વધતા PM મોદીએ રાત્રે 8 વાગ્યે બોલાવી બેઠક
કોરોના સંક્રમણ વધતા PM મોદીએ રાત્રે 8 વાગ્યે બોલાવી બેઠક
નવી દિલ્હી: દેશમાં કોરોનાના દરરોજ 2 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંક્રમણ વધતા રાત્રે 8 વાગ્યે બેઠક કરશે. આ બેઠકમાં મંત્રી અને અધિકારીઓ સામેલ થશે. PM મોદીની બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં રસીકરણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે.
PM મોદીની બેઠકમાં દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ રસીકરણની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે. અનેક રાજ્યોમાં વેક્સિન ડોઝની ઘટ હોવાના આક્ષેપ થયા હતા. આ બેઠકમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ 45 વર્ષ કરતા નાની ઉંમરના લોકોને વેક્સિન આપવા પણ માંગ ઉઠી હતી તેને લઇને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ઓક્સીજન સપ્લાય અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે પીએમને ફોન કર્યો હતો પરંતુ તેમણે જણાવવામાં આવ્યુ કે પીએમ મોદી અત્યારે બંગાળમાં છે. જ્યારે તે પરત આવશે ત્યારે તેમની સાથે વાત થઇ શકશે. આ દાવો ખુદ મહારાષ્ટ્રના સીએમ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કર્યો છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 63,729 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 398 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દેશમાં 24 કલાકમાં 2.34 લાખ નવા કેસ, 1341 લોકોના મોત
પ્રતિદિવસ કોરોનાના રિપોર્ટ કરવામાં આવતા આંકડા વધારે ડરામણા થતાં જઈ રહ્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1341 લોકોના મોત થયા છે. નવા રિપોર્ટ કરવામાં આવેલા કેસોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સૌથી આગળ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63729 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 27360 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 19486 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છત્તીસગઢમાં 14912 નવા કેસ અને કર્ણાટકમાં 14859 નવા કેસ સામે આવ્યા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment