Search This Website

Wednesday, April 7, 2021

કેન્દ્રમાં PM મોદીની સરકાર રચાયા બાદ ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી




કેન્દ્રમાં PM મોદીની સરકાર રચાયા બાદ ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી










ગૌતમ અદાણી વિશ્વના ટોપ-20 અબજપતિમાં સામેલઃ માર્કેટકેપ 100 અબજ ડોલરને પાર
ફોર્બ્સના અબજોપતિઓની યાદીમાં માત્ર એક જ વર્ષમાં 155થી 20 સ્થાને પહોંચી ગયા
2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થમાં અંદાજે 8 ગણો વધારો થયો
મુકેશ અંબાણી કરતાં ગૌતમ અદાણી હવે રૂ. 1.10 લાખ કરોડ પાછળ

નવી દિલ્હીઃ ગુજરાતી બિઝનસમેન ગૌતમ અદાણી રોકેટગતિએ આગળ વધી વિશ્વના ટોચના 20 અબજપતિની યાદી (Gautam Adani Property)માં સામેલથઇ ગયા.


ફોર્બ્સની યાદી મુજબ 6 એપ્રિલના રોજ તેમની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધુનો ગ્રોથ થયો. તેની સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં પહેલીવાર અદાણી 20મા ક્રમે પહોંચી ગયા. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડોલર (અંદાજે રૂ. 4.5 લાખ કરોડ) પર પહોંચી છે.


ગુજરાતી બિઝનેસમેન અદાણીની સંપત્તિમાં એક દિવસમાં રૂ. 36,000 કરોડ વધી


ફોર્બ્સના અબજોપતિની યાદીમાં એક વર્ષ પહેલાં એટલે કે 2020માં ગૌતમ અદાણી 8.9 અબજ ડોલર (અંદાજે રૂ. 65,300 કરોડ)ની સંપત્તિ (Gautam Adani Property)સાથે 155મા ક્રમે હતા. પરંતુ ટુંકાગાળામાં જ તેઓ 135 સ્થાનની છલાંગ લગાવીને 20માં સ્થાને આવી ગયા. આમ 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે.
આ ઝડપથી અદાણી મુકેશ અંબાણીન પછાડો તો નવાઇ નહીં

ગૌતમ અદાણીની સંપત્તિ જે રીતે વધી રહી છે. તેની રોકેટગતિ જોઇ લાગે છે. તેઓ આવનારા ટુંક સમયમાં જ દેશના પ્રથમ નંબરના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ પાડી તેમનું સ્થાન પચાવી પાડે તો નવાઇ નહીં.

એક સમયે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અમીરોની યાદીમાં 5મા ક્રમે પહોંચી ગયા હતા, જોકે 2021ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે 6 એપ્રિલે મુકેશ અંબાણીની નેટવર્થ 1.8 અબજ ડોલર (આશરે 13,200 કરોડ) ઘટીને 76.4 અબજ ડોલર (અંદાજે રૂ. 5.60 લાખ કરોડ) થઈ છે. આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને 12મા ક્રમે પહોંચ્યા છે. બીજી બાજુ અદાણી ધ્રુસ્કેને ભુસ્કે આગળ વધી રહ્યા છે.


અદાણીની સંપત્તિ અંબાણી કરતા હવે માત્ર રૂ. 1.10 લાખ કરોડ ઓછી

મુકેશ અંબાણી અંબાણી આજે પણ ભારતની સૌથી ધનિક હસ્તી છે. 2020માં અદાણી અને અંબાણીની સંપત્તિ (Gautam Adani Property) વચ્ચેનો તફાવત રૂ. 2 લાખ કરોડ જેટલો હતો જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. 1.10 લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.
છેલ્લા એક વર્ષમાં જ અદાણીના શેર્સમાં જબરજસ્ત તેજી

સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં 182થી 728% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીનો લાભ ગૌતમ અદાણીને થયો છે અને તેની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે.
PM મોદી સરકારની બીજી ટર્મમાં અદાણીનો ગ્રોથ 147.72 ટકા

કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી સરકારની 2019માં બીજી ટર્મ શરૂ થયા બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. 2019-2021 વચ્ચેના ગાળામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 147.72%નો વધારો થયો છે. એની સામે મુકેશ અંબાણીની સંપત્તિ 59.15% જેટલી જ વધી છે.
2014માં ભાજપની સત્તા બાદ અંબાણીની સંપત્તિ 267%, અધાણીની સંપત્તિ 432% વધી

ભાજપ સત્તા પર આવી ત્યારથી એટલે કે 2014થી ગણીએ તો વીતેલાં 8 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 267% અને ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રુપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને એમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્ત્વનો ફાળો છે. સરકારની પોલિસીઓ અદાણી ગ્રુપ માટે ઘણી જ ફેવરેબલ રહી છે.

દરમિયાન મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેને કારણે સેન્સેક્સમાં અદાણી જૂથની કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને 106 અબજ ડોલરને પાર પહોંચી ગઇ હતી. તે સાથે જ BSEમાં હવે તાતા અને રિલાયન્સ ગ્રુપ જ અદાણી કરતા આગળ છે.




અદાણી જૂથની કંપનીઓના શેર 2થી 12 ટકા ઊંચકાયા

મંગળવારે બીએસઈમાં ટ્રેડિંગના અંતે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 7.67 ટકાની તેજી સાથે 1225.55 રુપિયે પહોંચી ગયા. જેથી તેની માર્કેટકેપ વધીને 1,34,787.22 કરોડ રુપિયા થઇ ગઇ. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર પણ 3.44 ટકા વધી 1204.35 રુપિયે પહોંચી ગયા. તેની માર્કેટ કેપ વધીને રુ.1,32,455.63 કરોડ થઇ ગઇ.

આવી જ રીતે અદાણી જૂથની અન્ય કંપની અદાણી પાવર (4.96%), અદાણી ગ્રીન એનર્જી (2.22%), અદાણી ટ્રાન્સમિશન (1.25%) , અદાણી પોર્ટ્સના શેર્સમાં (12.84%) વધારો નોંધાયો. આમ અદાણી જૂથની તમામ 6 કંપનીઓની માર્કેટેકેપ એક જ દિવસમાંઆશરે 7,84,239 કરોડ રુપિયા વધી. તેથી હવે તેની કુલ માર્કેટકેપ વધીને 106.75 અબજ ડોલરથી વધઉ થઇ ગઇ.

No comments:

Post a Comment