Lockdown Updates: દેશના ક્યા રાજ્ય અને શહેરોમાં લાગ્યુ લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યૂ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આઉટ ઓફ કંટ્રોલ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં લગભગ 1.70 લાખ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત 10 રાજ્યમાં સૌથી વધુ સ્થિતિ ઘણી ચિંતાજનક છે. સક્રિય કેસની સંખ્યામાં ભારત હવે વિશ્વભરમાં સૌથી પ્રભાવિત દેશની યાદીમાં ચોથા સ્થાને પહોચી ગયો છે. કેટલાક રાજ્યની સરકારોએ કોરોનાના વધતા કેસને રોકવા માટે લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યૂ લગાવ્યુ છે.
ગુજરાત
જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, દાહોદ, પાટણ, ગોધરા, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, સૂરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 30 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ રહેશે.
મહારાષ્ટ્ર
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર જલ્દી લૉકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. કોરોના મહામારી પર રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે રવિવારે બેઠકમાં તેનું સૂચન આપ્યુ છે. સંક્રમણને રોકવા માટે મુંબઇમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારના 7 વાગ્યા સુધી વીકેન્ડ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. આ સિવાય કેટલાક શહેરમાં નાઇટ કરર્ફ્યૂ જેવા પગલા ભરવામાં આવે છે.
દિલ્હી
દિલ્હી સરકારે 30 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યુ છે. તમામ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. બસોની તમામ સીટ પર બેસવાની મળેલી છૂટને પૂર્ણ કરતા તેને હવે 50 ટકા કરી દેવામાં આવી છે. મેટ્રોની બોગીમાં પમ હવે ક્ષમતાથી 50 ટકા લોકો જ યાત્રા કરી શકશે.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે ઇન્દોર, વિદિશા, રાજગઢ, બડવાની અને શાજાપુર જિલ્લામાં લૉકડાઉનનો સમય વધારીને 19 એપ્રિલ કરી દીધો છે. જ્યારે બાલાઘાટ, નરસિંહપુર, સિવની અને જબલપુર જિલ્લામાં 12 એપ્રિલથી 22 એપ્રિલ સુધી લૉકડાઉન છે. આ સિવાય બૈતૂલ, રતલામ, ખરગોન અને કટનીમાં પણ 9 એપ્રિલે સાંજના 6 વાગ્યાથી 17 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી પૂર્ણ લૉકડાઉન છે.
ઉત્તર પ્રદેશ
લખનઉં, કાનપુર અને વારાણસીમાં 30 એપ્રિલ સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે. મેરઠમાં 18 એપ્રિલ સુધી સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ રહેશે. ગાઝિયાબાદ અને નોઇડામાં 17 એપ્રિલ સુધી સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે. કાનપુરમાં 30 એપ્રિલ સુધી, પ્રયાગરાજ, બરેલી અને આગ્રામાં 20 એપ્રિલ સુધી નાઇટ કરર્ફ્યૂ રહેશે.
રાજસ્થાન
અજમેર, અલવર, ભીલવાડા, ચિતૌડગઢ, ડુંગરપુર, જયપુર, જોધપુર, કોટા અને આબુ રોડમાં 30 એપ્રિલ સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે, જે રાતના 8 વાગ્યાથી શરૂ થઇને 6 વાગ્યા સુધી રહેશે. બીજી તરફ ઉદયપુરમાં નાઇટ કરર્ફ્યૂ સાંજના 6 લાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે.
કર્ણાટક
બેંગલુરૂ, મૈસુર, મેંગલુરૂ, કાલાબુરાગી, બીદર, તુમકુરૂ અને ઉડુપી- મણિપાલમાં 20 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે.
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ, શ્રીનગર, ઉદ્યમપુર, બારામૂલા, કઠુઆ, અનંતનાગ, બડગામ, કુપવાડાના શહેરી વિસ્તારમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો:
પંજાબ
પંજાબ સરકારે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાજ્યવ્યાપી કરર્ફ્યૂ લગાવી દીધો છે. ચંદીગઢમાં કરર્ફ્યૂની ટાઇમિંગ રાતના 10.30 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી છે.
ઓરિસ્સા
5 એપ્રિલથી સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, બારગઢ, બોલંગીર, નુઆપાડા, કાલાહાંડી, નવરંગપુર, કોરાપુટ અને મલકાનગિરીમાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાતનો કરર્ફ્યૂ લાગેલો છે.
No comments:
Post a Comment