LIVE: ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેસ વધતા સુઓમોટો પર સુનાવણી
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પીઆઇએલ પર સુનાવણી યોજાઇ રહી છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે- અમે જે સૂચનો આપ્યા છે, તેનું પાલન કરવામાં આવ્યું નથી અને તેને કારણે કોવિડ કેસની સુનામી આવી છે.
હાઇકોર્ટે કહ્યુ કે,15થી 16 માર્ચ પછી કોરોનાના કેસ વધવાના શરૂ થયા ત્યારબાદ કોઇ ઘટાડો જોવાયો નથી. રાજ્ય સરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કામ કરવાની જરૂર છે. રાજ્યમાં ઓક્સિજન સપ્લાયની જરૂર છે. હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી. સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ તુષાર ત્રિવેદીએ કહ્યુ કે, અમે 15 દિવસ GMDCમાં હોસ્પિટલ ઉભી કરી રહ્યા છીએ, શક્ય તમામ સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટ માં નથી. WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમા નાગરિકો રેમડેસિવિર લેવા ફરે છે, આ શુ છે?
રાજય સરકાર ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે આખીય મશીનરી કોવિડ19 માટે ટોપથી બોટમ સુધી રાજયસરકારની તમામ મશીનરી કોરોના નિયંત્રણ માટે લાગેલી છે. GMDCમાં શરૂ કરવામાં આવેલી ડ્રાઇવ થ્રૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઇ વ્યવસ્થા છે તેમાં હાઇકોર્ટને રસ છે. હાઇકોર્ટ કહ્યુ તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાવે છે.
એડવોકેટ જનરલ-ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને સપ્લાય વધારવાના પ્રયત્નો ચાલુ છે.ઓક્સિજન લેવલ 90થી નીચે જાય તો જ રેમડેસિવિરની જરૂર છે એવું એક્સપર્ટ ડૉક્ટરોનું કહેવું છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની કોવિડ -19 પરિસ્થિતિ અંગેની સુઓ મોટર પિટિશનની સુનાવણી કરતી વખતે ડેટા ફ્યુઝિંગના સંકેતો આપ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે નિરીક્ષણ કર્યું છે કે કોવિડ -19 કેસો અને સરકારના કેસોની વાસ્તવિક સંખ્યા વિશે સરકારના આંકડા વચ્ચે મેળ ખાતું નથી.
No comments:
Post a Comment