નિર્ણય / બોર્ડ પરીક્ષાને બીજી કોરોના લહેરનું ‘ગ્રહણ’, હવે ICSE અને ISCની પરીક્ષાઓ પણ મોકૂફ
posted on at
- બોર્ડની પરીક્ષાઓને લઈને CISCEનો મોટો નિર્ણય
- ICSE અને ISCની પરીક્ષાઓને હાલ પૂરતી મોકૂફ રખાઇ
- CBSE, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી વગેરે રાજયોમાં પણ લેવાયા છે પગલાં
મહત્વનું છે કે હવે CISCEની તરફથી ICSE અને ISCની બોર્ડ પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બાબતની જાણકારી CISCE ના મુખ્ય કાર્યકારી અને સચિવ જી એરાથૂને આ બાબતની જાણકારી આપી હતી.
જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં લેવાશે નિર્ણય
કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં કાઉન્સિલ ફોર ધી ઇંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ એટલે કે ICSEની ધોરણ 10 અને ISCની ધોરણ 12ની પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે જાણકારી પ્રમાણે પરીક્ષાઓની નવી તારીખોને લઈને જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે.
જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા (ઓફલાઇન) પછીની તારીખોમાં આયોજિત કરવામાં આવશે, અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપવા માંગતા, તેમના પરિણામ માટે CISCE એક મેઝરમેન્ટ તૈયાર કરશે.
ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓને મોકૂફ કરી દીધી છે
મહત્વનું છે કે કોરોના સંકટને જોતાં CBSE, MP બોર્ડ, રાજસ્થાન બોર્ડ, હિમાચલ પ્રદેશ બોર્ડ અને મહારાષ્ટ્ર બોર્ડે પણ બોર્ડની પરીક્ષાઓને મોકૂફ રાખી દીધી છે, અને યુપી બોર્ડની પરીક્ષાઓને પણ હવે પછીના આદેશ સુધી મુલતવી કરવામાં આવી છે, સાથે જ એકથી લઈને 12 ધોરણ સુધીની શાળાઓને 15 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે, મહત્વનું છે કે યુપીમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 8 મે થી શરૂ થવાની હતી.
No comments:
Post a Comment