ગુજરાતભરમાં HRCT- THORAX સિટી સ્કેનના ભાવ સરકારે નક્કી કરી દીધા
કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના 3000થી વધુ લેશે તો પગલાં લેવાશે
ગાંઘીનગરઃ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT- THORAX સિટી સ્કેનના મહત્તમ ભાવ (Gujarat City Scan Rate) રૂપિયા 3,000 નક્કી કર્યો છે. કોરોના મહામારીમાં લોકો પરેશાન થઇ રહ્યા હોવાથી આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે. જો કોઇ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT- THORAX સિટી સ્કેનનો ભાવ આનાથી વધારે લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટરો મનફાવે તેવો ભાવ લેતા સરકારને નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સિટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે.
કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સિટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિર્ધારિત કર્યા છે.
ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ (Gujarat City Scan Rate)રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.
CM રુપાણીની લેબ અને ડાયગ્નોસ્ટિક સંચાલકોને અપીલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.
શુક્રવારે નોંધાયા 8920 નવા કેસ
રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ગુજરાતને પોતાના સંકજામાં લઈ લીધું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 8920 દર્દીઓ સામે આવ્યા છે અને 3387 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 94 લોકોના મોત થયા છે. કોરોનાના કેસોની સાથે હવે મોતને આંકડો પણ વધતો જઈ રહ્યો છે.
રાજયમાં દિવસે દિવસે મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે જે હાલ ઘણો ચિંતાનો વિષય છે. જો કે, રાજકોટમાં કોરોનાના તાંડવના કારણે બે દિવસમાં જ 134 જેટલા લોકોના મોત થયા છે. જો કે, કોરોનાની આ ચેઈન તોડવા માટે સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલ રાજયમાં વેક્સિનેશન વધારવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. આજે 1,31,826 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment