GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરતા પહેલા ફરજીયાત કરવું પડશે આ કામ
- વેક્સિનેશન વધારવા GTUનો મહત્વનો નિર્ણય
- 2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત
- 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી જ પરીક્ષા ફોર્મ ભરી શકશે
દરરોજ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યારે 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી જ પરીક્ષા ફોર્મ ભરી શકશે તેવો નિર્ણય કર્યો છે. દેશમાં વેક્સિનેશન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે રસી લેવી ફરજીયાત
ઉલ્લેખનીય છે કે, 2021નું આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે.
વેક્સિનેશન વધારવા લેવાયો નિર્ણય
આ નિર્ણય લેવાનો હેતું વિદ્યાર્થીઓમાં વેક્સિનેશન અંગે જાગૃતિ આવે અને દેશમાં વેક્સિનેશન કામગીરી વધે તે માટે લેવામાં આવ્યો છે. GTU દ્વારા આ અંગે પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5740 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 361 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 495 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4821 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 85 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1849 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 491 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 475 કેસ, જ્યારે ગ્રામ્યમાં 256 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 119 કેસ નોંધાયા છે.
No comments:
Post a Comment