Search This Website

Monday, April 26, 2021

ભારતમાં કોરોના સંકટ વચ્ચે Googleએ પણ મદદ માટે હાથ લંબાવ્યો, CEO સુંદર પિચાઇએ કરી જાહેરાત




ભારતમાં કોરોના સંકટ વચ્ચે Googleએ પણ મદદ માટે હાથ લંબાવ્યો, CEO સુંદર પિચાઇએ કરી જાહેરાત








વોશિંગ્ટન: ભારતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને નવા કેસની સાથે સાથે દરરોજ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ વચ્ચે કેટલાક દેશોએ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે. આ વચ્ચે Googleએ પણ ભારતને મદદની જાહેરાત કરી છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.


ગૂગલે કર્યો 135 કરોડ રૂપિયા ફંડ આપવાનો નિર્ણય

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ટ્વી ટકરી કહ્યુ, “ભારતમાં બગડતા કોવિડ સંકટથી તૂટી ગયો છું. ગૂગલ અને ગૂગલર્સ 135 કરોડ રૂપિયાની ફંડિગ Give India અને યૂનિસેફને મેડિકલ સપ્લાય માટે, હાઇ રિસ્ક ધરાવતી કોમ્યુનિટી સપોર્ટ કરનારા સંગઠનો અને મહત્વપૂર્ણ ઇન્ફર્મેશન આપવામાં મદદ કરનારાઓને ગ્રાન્ટ તરીકે આપી રહ્યા છે.”




24 કલાકમાં 3.52 નવા કેસ અને 2812 લોકોના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 52 હજાર 991 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 2812 લોકના જીવ ગયા છે. તે બાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ 73 લાખ 13 હજાર 164 થઇ ગઇ છે, જ્યારે 1 લાખ 95 હજાર 123 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

દેશમાં એક્ટિવ કેસ 28 લાખને પાર

આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધી કોવિડ-19થી 1 કરોડ 43 લાખ 04 હજાર 382 લોકો સ્વસ્થ થયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં સ્વસ્થ થવાના દરમાં સતત ઘટાડો થયો છે અને આ 82.62 ટકા રહી ગયો છે. આ સાથે જ એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને દેશભરમાં 28 લાખ 13 હજાર 658 લોકોની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના 16.25 ટકા છે.

No comments:

Post a Comment