Search This Website

Saturday, April 10, 2021

ધોનીની CSKને પડ્યા ઉપર પાટું, મેચ હાર્યા પછી 12 લાખનો દંડ પણ મળ્યો





ધોનીની CSKને પડ્યા ઉપર પાટું, મેચ હાર્યા પછી 12 લાખનો દંડ પણ મળ્યો

-April 11, 2021











નવી દિલ્હી: યુવા કેપ્ટન ઋષભ પંતની (Rishabh Pant) આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની પોતાની પહેલી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની (MS Dhoni) ચેન્નાઈ સુપર કિંગ્સને (Chennai Super Kings) સાત વિકેટથી પરાજય આપ્યો હતો.


પૃથ્વી શો અને શિખર ધવનની વિસ્ફોટક અર્ધસદીની મદદથી દિલ્હીની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સના 189 રનના ટાર્ગેટને સરળતાથી મેળવી લીધો હતો. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બંને માટે ખરાબ સાબિત થઈ હતી. ધોની ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ થઇ ગયો હતો. આ મેચ બાદ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તેમની ટીમને દંડ ફટકાર્યો છે.

ચેન્નઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દિલ્હી કેપિટલ્સ સામે સ્લૉ ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અસલમાં બીસીસીઆઈએ એક નિયમ બનાવ્યો છે કે, દરેક ટીમે તેમની 20 ઓવર 90 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. આ નિયમ હેઠળ ધોનીને 12 લાખ રૂપિયા ભરવાનો વારો આવ્યો હતો.


પહેલા નિયમ હતો કે, 20મી ઓવર 90 મિનિટમાં શરૂ થવી જોઈએ, પરંતુ હવે દોઢ કલાકની અંદર સુનિશ્ચિત 20 ઓવર પૂરી કરવી પડશે. 90 મિનિટમાં, ટીમોને અઢી અઢી મિનિટમાં બે ટાઇમ આઉટ મળશે. એટલે કે, ટીમોએ 85 મીનિટમાં કુલ 20 ઓવર રમવાની રહેશે. આ પ્રમાણે દરેક ટીમે એક કલાકમાં 14.11 ઓવર રમવી પડશે.

મેચ પછી ધોનીએ કહ્યું છે કે, ‘અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત. બોલરો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા ન હતા અને ખૂબ નબળા બોલ ફેંક્યા હતા. તેઓએ એક પાઠ લીધો છે અને તેઓ ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરશે.

No comments:

Post a Comment