Covid-19: દેશમાં 24 કલાકમાં 3.32 લાખથી વધારે કેસ, 2256 લોકોના મોત
ભારતમાં કોરોના સંક્રમણની સ્પીડ આઉટ ઓફ કંટ્રોલ વચ્ચે અનેક હોસ્પિટલમાં બેડ્સ અને ઓક્સિજનની અછથી હાંહાકાર મચી રહ્યો છે. જ્યારે દેશમાં સતત બીજા દિવસે આજે (શુક્રવારે) 3 લાખથી વધારે રેકોર્ડ નવા કેસ સામે આવ્યા છે. સાથે જ મોતોની સંખ્યામાં પણ વધારો થયો છે.
દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3.32 લાખથી વધારે કેસ સામે આવ્યાની સાથે એક્ટિવ કેસોનો આંકડો 24.21 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2250થી વધારે કોરોના દર્દીઓના મોત સાથે કોરોનાથી મરનારાઓની સંખ્યા 1,86,928 થઈ ગઈ છે. દેશમાં સતત વધતા કેસો વચ્ચે કોવિડ-19થી ઠિક થવાનોર દર ઘટીને 84 ટકા થઈ ગયો છે.
જણાવી દઈએ કે, ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સરખામણીમાં કોવિડ-19 દર્દીઓનો ઠિક થવાના દરમાં પાછલા કેટલાક સપ્તાહમાં ઘટાડો આવ્યો છે. દેશમાં પાછલા અનેક દિવસોથી એક દિવસમાં રેકોર્ડ બધા દેશોમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.
No comments:
Post a Comment