Search This Website

Thursday, April 8, 2021

રાજકોટમાં કોરોના કેસ સાથે મોતનો આંકડો વધતા CM રુપાણી તત્કાલ સમીક્ષા માટે આજે રવાના થશે




રાજકોટમાં કોરોના કેસ સાથે મોતનો આંકડો વધતા CM રુપાણી તત્કાલ સમીક્ષા માટે આજે રવાના થશે








રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકારે રાજયના 20 જિલ્લાઓમાં કફર્યુના સમયમાં વધારો કરી દીધો છે. જો કે, રાજકોટમાં કોરોના કેસની સાથે મોતના આંકડાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની વધતી સ્થિતિને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે પહોંચશે અને કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરશે.

રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જો કે તંત્ર દ્વારા સાચી માહિતી બતાવવામાં આવી રહી નથી. ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે 31 દર્દીઓના મોત નિપજ્યા છે, જયારે સરકારી ચોપડે માત્ર 5 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યા છે. આજે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા છે અને હવે કુલ સંક્રમિતોની સંખ્યા 21429 પર પહોંચી ગઈ છે. શહેરની સ્થિતિ બગડતા સીએમ રુપાણી આજે રાજકોટમાં કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરશે.

રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોના પોઝિટિવ હોય તેવા કેસમાં તેમના પરિવારને સંક્રમણ થયા હોય તેવા કિસ્સા ખુબ જ ઓછા આવતા હતા. જો કે રાજકોટમાં અને ગુજરાતમાં હવે એક નવી પેટર્ન જોવા મળી રહી છે. જેમાં સમગ્ર પરિવાર જ કોરોના સંક્રમિત થઇ જતા હોય છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા જેમાં જે વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તેના આખા પરિવારનો રિપોર્ટ કરતા તે તમામ લોકો પોઝિટિવ આવતા હોય છે.

રાજકોટમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા અમૃત ઘાયલ કોવીડ સેન્ટરની આજે મુલાકાત લીધી હતી. નાગરિકોના ખત ખબર પુછ્યા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 4021 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના ઐતિહાસીક રેકોર્ડ 4021 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ મહામારીને કારણે વધુ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 977 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 960 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે અને હોસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી.

No comments:

Post a Comment