Search This Website

Friday, April 30, 2021

CM રુપાણીની ગુજરાતના યુવાનોને રસીકરણ માટે હોશે હોશે આગળ આવવા અપીલ




CM રુપાણીની ગુજરાતના યુવાનોને રસીકરણ માટે હોશે હોશે આગળ આવવા અપીલ








રજીસ્ટ્રેશન કરાવનારાને રસીકરણ કેન્દ્ર પર વિના મુલ્યે વેક્સિન અપાશેઃ મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા



ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18 વર્ષથી વધુ વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહભેર આગળ આપીલ (CM Rupani appeals to youth)કરી છે. સીએમ રુપાણીએ આજે ફેસબુકના માધ્યમથી જાહેર જનતાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે.
રાજ્યમાં 1 કરોડ 20 લાખ લોકોને રસી અપાઇ



વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર તેમજ 45થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોને રસી અપાઇ ચુકી છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

દેશભરમાં હવે 18થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. તેના માટે કોવિન રજીસ્ટ્રેશન જરુરી છે.

કોવિન અંગે સીએમ રુપાણીએ કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે. 
રાજ્ય સરકારે દોઢ+ એક કરોડ રસીનો આર્ડર આપ્યો

રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યો છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેક્સિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે.



મુખ્યમંત્રીએ
રાજ્યના 18થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ (CM Rupani appeals to youth)કરી કે તેઓ ઝડપથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.

No comments:

Post a Comment