Search This Website

Wednesday, April 7, 2021

‘મારા છોકરાના લગ્ન છે, કોઇ લોકડાઉન નહીં લાગે’: સોશિયલ મીડિયા પર CM રુપાણીની મજાક





‘મારા છોકરાના લગ્ન છે, કોઇ લોકડાઉન નહીં લાગે’: સોશિયલ મીડિયા પર CM રુપાણીની મજાક

By Gkeduinfo
-April 07, 2021










20 એપ્રિલે CMના પુત્ર ઋષભના લગ્ન, 17મીએ ગાંધીનગરમાં અને મોડવા હડફમાં યોજાવાની છે ચૂંટણીઓ
હાઇકોર્ટની ટકોર બાદ લોકોને હતુ કે લોકડાઉન લાગશે, પણ રુપાણી સરકારે માત્ર કરફ્યૂ એક કલાક લંબાવ્યો

અમદાવાદ: ગુજરાતના CM રુપાણી અને તેમની સરકાર આજ કાલ સોશિયલ મીડિયા (CM Rupani Social Media) પર બહુ ટ્રોલ થઇ રહ્યા છે. કોરોનાના ભરડા વચ્ચે હાઇકોર્ટની ટકોર બાદ લોકોને હતુ કે લોકડાઉન લાગશે, પણ રુપાણી સરકારે માત્ર કરફ્યૂ એક કલાક લંબાવતા સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની મજાક થઇ રહી છે કે “કોઇ લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે.” આ પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે.


ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા મંગળવારે રુપાણી સરકારને ટકોર કરી હતી કે 3થી 4 દિવસનું કરર્ફ્યુ લગાવવુ જોઇએ. ત્યાર બાદ આગની જેમ સમાચાર ફેલાતા ફફડાટ ફેલાઇ ગયો હતો. લોકોને ચિંતા હતી કે ફરી લોકડાઉન લાગશે તો શું થશે?


પરિણામે કરિયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ અને મોલ-માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. જેના કારણે કોરોના ફેલાવવાનો ભય પણ વધ્યો હતો. નાગરિકોમાં ચારેકોર ફરી લોકડાઉનની ચર્ચા હતી. સોશિયલ મીડિયા પર પણ વીકએન્ડ કે ત્રણ ચાર દિવસના લોકડાઉનની પોસ્ટ વાયરલ થઇ રહી હતી.


મંગળવારે સાંજે એવા અહેવાલ પણ હતા કે રાજ્યમાં 72 કલાકના લોકડાઉનની તૈયારીઓ થઇ રહી છે. રાત્રે સરકાર તરફથી જાહેરાત કરી દેવાશે. પરંતુ રાત્રે 9.30 કલાકે મુખ્યમંત્રી રુપાણી ટીવી ચેનલો પર આવ્યા અને કહી દીધું કે કોઇ પણ પ્રકારનું લોકડાઉન નહીં લાગે. તેની સાથે જ અનેક ટીવી સ્ક્રિન્સ પર પણ તેમનું વાક્ય સ્ક્રોલ થવા લાગ્યું. તે પછી યુઝર્સે તેમને ટ્રોલ (CM Rupani Social Media)કરવાનું શરુ કર્યું હતું.

સીએમ રુપાણીએ જો કે ચાર શહેરોને બદલે રાજ્યનાં 20 શહેરો કરફ્યૂ રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદી દીધો. અગાઉ 4 મેટ્રોમાં રાત્રે 9થી સવારે 6નો કરફૂયો હતો. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત આણંદ , પાટણ, ગોધરા, દાહોદ , ભુજ, અમરેલી, મહેસાણ , મોરબી , ભાવનગર, જામનગર , જૂનાગઢ , ગાંધીનગર , નડિયાદ , ગાંધીધામ , ભરૂચ , સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી અને મોડવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી

નોંધનીય છે કે ગુજરાતમાં 17 એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. ઉપરાંત 20 એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન યોજાવાના છે. સીએમના બે પુત્રો ઋષભ અને પુજિત રુપાણી છે. તેમાંથી પુજિતનુ નિધન થઇ ગયું છે. જ્યારે ઋષભના લગ્ન થવાના છે.

આ વાતની જાણ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ રુપાણીને ટાર્ગેટ (CM Rupani Social Media)કરવા માંડ્યા કે તેમના પુત્રના લગ્નને કારણે જ મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લાદ્યું નહીં. જો ઘરમાં લગ્ન ન હોત તો 2-3 દિવસનું રાજ્યમાં લોકડાઉન લાગી ગયું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ત્રણ પુત્ર-પુત્રી

વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. અત્યારે રાધિકા-નીતિન લંડનમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ છે, તેમના પુત્ર ઋષભ પુત્રે નિરમા યૂનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના જ 20 એપ્રિલે લગ્ન થવાના છે.
પુજિતનું ત્રણ માળની ગેલેરીથી પટકાતા મોત થયું હતું

વિજય રૂપાણીના એક પુત્ર પુજિતનું મોત થઇ ચુક્યુ છે. વિજય રૂપાણી અમદાવાદમાં પોતાના સાસરિયામાં આવ્યા હતા ત્યારે તેમનો પુત્ર પુજિત ત્રીજા માળની ગેલેરીમાંથી પડી ગયો હતો જેને કારણે તેનું મોત થયુ હતું. વિજય રૂપાણીએ પોતાના આ પુત્રના નામ પર રાજકોટમાં પૂજિત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી છે.
રાજ્યમાં રોજ 3000થી વધુ નવા કેસો આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના રોજના 3000થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકો કહી રહ્યા છે કે, મારા છોકરાના લગ્ન છે એટલે લૉકડાઉન નહી લગાઉ’. બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ છે.


ગાંધીનગર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આવે છે. અમિત શાહ 2019માં ગાંધીનગર લોકસભા બેઠક જીતીને જ સંસદ પહોચ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગાંધીનગરની બેઠક કોઇ પણ ભોગે જીતવી ભાજપના નાકનો સવાલ બની ગયો છે. રાજ્યમાં ભલે કોરોના સંક્રમણ વધે પણ ચૂંટણી તો યોજાઇને જ રહેશે.

(તસવીર સોશિયલ મીડિયા પરથી લીધી છે)

No comments:

Post a Comment