Search This Website

Monday, April 5, 2021

વકરતા કોરોનાથી CM રૂપાણી હરકતમાં, ગુજરાત માટે આજે લીધા 7 મોટા નિર્ણય, તમારે જાણવા ખાસ જરૂરી


વકરતા કોરોનાથી CM રૂપાણી હરકતમાં, ગુજરાત માટે આજે લીધા 7 મોટા નિર્ણય, તમારે જાણવા ખાસ જરૂરી





વકરતા કોરોનાથી CM રૂપાણી હરકતમાં, ગુજરાત માટે આજે લીધા 7 મોટા નિર્ણય, તમારે જાણવા ખાસ જરૂરી

posted on APRIL 5, 2021at 9:30 PM





ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક


મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 7 મહત્વના નિર્ણય કરાયા


રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ IAS-IFSને મળશે જવાબદારી



મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમિતોની સારવાર માટે ઓકસિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે નિર્ણય કરાયા છે. અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે કામગીરી કરવા આદેશ પણ કરાયા છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીના 7 મહત્વના નિર્ણય
કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસિજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે.


રાજ્યના 8 મોટા મહાનગરોમાં 500-500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.


8 મહાનગરમાં જે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે તેના સમગ્ર સુપરવિઝન માટે 8 IAS-IFS અધિકારીને સોંપાશે જવાબદારી


ખાનગી નર્સિંગ હોમ-કલિનિકસ ICU કે, વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે


કોવિડ હેલ્થ સેન્ટરમાં વધુમાં વધુ રોજના રૂ. 2 હજાર અને કોવિડ કેર સેન્ટર માટે રોજનો વધુમાં વધુ 1500 રૂપિયાનો ચાર્જ લઈ શકશે. જો કે આ ચાર્જમાં રેમડેસિવિર ઈન્જેકશનની કિંમતોનો સમાવેશ કરાયો નથી.


સિવીલ હોસ્પિટલ સોલા-SVP હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરીની સાથે LG હોસ્પિટલોમાં આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ-નફો નહિ નુકસાનના ધોરણે ઉપલબ્ધ થશે


આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની કિંમતે નાગરિકોને મળતા થશે



રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

કયા અધિકારીને સોંપાઇ જવાબદારી

1. ડૉ.મનીષ બંસલ IAS અમદાવાદ જિલ્લાની જવાબદારી

2. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી

3. ડૉ.હર્ષિત ગોસાવી IAS વડોદરાની જવાબદારી

4. અમિત યાદવ IAS ગાંધીનગરની જવાબદારી

5. સ્તુતિ ચારણ IAS રાજકોટની જવાબદારી

6. આર.આર.ડામોર GAS ભાવનગરની જવાબદારી

7 આર.ધનપાલ IFS જામનગરની જવાબદારી

8. ડૉ.સુનિલકુમાર બેરવાલ IFSને જૂનાગઢની જવાબદારી

No comments:

Post a Comment