Search This Website

Monday, April 12, 2021

CM રૂપાણીની મોટી જાહેરાત : 14 એપ્રિલથી લગ્નપ્રસંગમાં માત્ર આટલા લોકોને જ મંજૂરી, તમામ જાહેરસભા પર પ્રતિબંધ






CM રૂપાણીની મોટી જાહેરાત : 14 એપ્રિલથી લગ્નપ્રસંગમાં માત્ર આટલા લોકોને જ મંજૂરી, તમામ જાહેરસભા પર પ્રતિબંધ




હાઇકોર્ટમાં સુનાવણી બાદ સીએમ રૂપાણીએ કર્યું સંબોધન


બેડ, ટેસ્ટ અને રેમડેસિવિર ત્રણેય વધારવામાં આવ્યા છે : સીએમ રૂપાણી


આગામી દિવસોમાં વધુ બેડ વધારવામાં આવશે. : સીએમ રૂપાણી



ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે અને તેમાં તેમણે કહ્યું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. CMએ હું દાવા સાથે કહીશ કે ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.

લગ્નમાં 50 લોકો જ ભેગા થઈ શકશે : સીએમ રૂપાણી

14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.

મફતમાં ઈંજેક્શન આપ્યા છે : વિજય રૂપાણી

ગુજરાતમાં આજે દરરોજ છ હજાર કેસ આવી રહ્યા છે ત્યારે સરકારે બધાને સારી સારવાર મળે તે માટે રેમડેસિવિર ઈંજેક્શન પર પહેલા વિચાર કર્યો છે. જાન્યુઆરીમાં 20 હજાર બજારમાં હતા તેમાંથી 10 હજાર સરકારે આપ્યા અને ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે 25 હજાર મફત ઈંજેક્શન આપ્યા છે. રાજ્ય સરકારે 3 લાખ ઈંજેક્શન આપ્યા છે.

રેમડેસિવિર પર આપ્યો જવાબ

વિજય રૂપાણીએ કહ્યું કે હું કેડિલાને અભિનંદન આપીશ જેના કારણે મોટા ભાગના લોકોને ઈંજેક્શન મળી શક્યા. લોકોને કહેવાય માંગુ છું કે ઈંજેક્શન બધાને આપવાની જરૂર નથી, એટલે સરકારે નક્કી કર્યું છે કે કોવિડના સિરિયસ દર્દીઓને પહેલા ઈંજેક્શન આપવામાં આવે. આપણે આશા રાખીએ કે કોરોના કંટ્રોલ આવે, પરંતુ જો કેસ વધે તો આપણે રિસોર્સ નક્કી કરીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે ડૉક્ટરો કામ વગર પ્રીસ્ક્રિપ્શન ન લખે

બેડ અને ટેસ્ટ બંને વધ્યા

સરકારશ્રીનો ઓફિસિયલ લેટર વાંચવા અને પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  


સીએમ રૂપાણીએ કહ્યું કે અમદાવાદમાં બેડની સાથે ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં એક માત્ર શહેર એવું છે કે જ્યાં જાહેર ડોમ ઊભા કરીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે એક લાખ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બેડ પણ વધારવામાં આવ્યા છે, વિચારો કે આ બેડ વધાર્યા ન હોત તો લોકો જાત ક્યાં? સરકારે 15 જ દિવસમાં બેડની સંખ્યા વધારી છે અને આગામી દિવસોમાં પણ વધારવાના છે. સુરતમાં પણ ત્રણ હજાર બેડ વધારવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના વાયરસ અપડેટ (12 એપ્રિલ, 2021)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.

No comments:

Post a Comment