Search This Website

Friday, April 9, 2021

BREAKING: ગુજરાતમાં એક મહિના સુધી શનિ અને રવિવારના રોજ પાનના ગલ્લા બંધ રહેશે





BREAKING: ગુજરાતમાં એક મહિના સુધી શનિ અને રવિવારના રોજ પાનના ગલ્લા બંધ રહેશે

By 
-April 09, 2021











રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજયના તમામ પાનના ગલ્લાઓ શનિ અને રવિવારે બંધ રાખવામાં આવશે.

રાજકોટમાં પાનની કુલ 4000 જેટલી દુકાનો બંધ રહેશે
રાજકોટ પાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ દિવ્યભાસ્કરસાથે વાતચીત કરતા જણાવ્યું હતું, રાજકોટમાં સતત વધતા સંક્રમણ ને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવેલ છે જે પૈકી 1100 જેટલી દુકાનો એસોસિએશન સાથે જોડાયેલ છે તે તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે.

કર્ફ્યૂને લીધે રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી મરણપથારી પર છે
7 વાગ્યાથી રેસ્ટોરાં બંધ થાય છે. ઓર્ગેનાઇઝ પ્લેસિસ પર વ્યક્તિઓની સંખ્યા ઓછી થઈ જશે. ઓછા કસ્ટમરને કારણે રેસ્ટોરાં બંધ કરી રાખીશું તો નેગેટિવ મેસેજ ફેલાશે. ડિનર ટાઈમે નાઇટ કર્ફ્યૂ રહે છે. મારા મતે ફૂડ એન્ડ રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી મરણપથારીએ આવી છે. - દિલીપભાઈ ઠક્કર, ઓનર, ડાઈનિંગ હોલ

વિકેન્ડ કર્ફ્યૂ લાદવા સરકાર અસમંજસમાં
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે એ પહેલાં અનેક નાના શહેરો અને ગામડાઓ જાતે એલર્ટ બનીને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે. તો બીજી બાજુ સરકાર અસમંજસમાં છે કે વિકેન્ડ કર્ફ્યૂ લાદવો કે નહીં, જો કર્ફ્યૂ શનિ રવિમાં નાખવામાં આવે તો વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંધ થઇ શકે છે. પરિણામે હવે બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી સોમવારથી શુક્રવાર સુધી પુરજોશમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે.



No comments:

Post a Comment