મહામારી / કોરોના સંકટમાં મોદી સરકારે આપી આ મોટી છૂટ, ઘણાં દર્દીઓના જીવ બચી જશે
posted on at
- કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો
- લોકો વિદેશથી ઑક્સિજન કન્સન્ટ્રેટર ઑનલાઈન કે કુરિયરથી મંગાવી શકશે
- આ એક એવું મશીન છે જેમાં ઑક્સિજન ભરવાની જરૂરત નથી પડતી
- આ મશીન ખુદ ઑક્સિજન જનરેટ કરે છે
ખાનગી ઉપયોગ માટે હવે લોકો વિદેશથી ઑક્સિજન કન્સન્ટ્રેટર ઑનલાઈન કે કુરિયરથી મંગાવી શકશે. સંકટમાં ભારે માંગને જોતા વાણિજ્ય મંત્રાલયે આ છૂટ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી માત્ર આ છૂટ માત્ર જીવન રક્ષક દવાઓ માટે જ હતી. ઉલ્લેખનીય છે કે આ એક એવું મશીન છે જેમાં ઑક્સિજન ભરવાની જરૂરત નથી પડતી, પરંતુ આ મશીન ખુદ ઑક્સિજન જનરેટ કરે છે.
આ સામાન્ય હવાથી નાઈટ્રોજનને અલગ કરીને ઑક્સિજન વધારે માત્રાવાળો ગેસ તૈયાર કરે છે. મશીનમાં લાગેલી પાઈથી આ શ્વાસની તકલીફવાળા દર્દીઓ સુધી પહોંચે અને આરામ મળે છે.
આ દેખાવમાં એક પોર્ટેબલ ટ્રોલી જેવું હોય છે અથવા તો એક કમ્પ્યૂટરના આકાર અથવા એક વૉટર પ્યૂરિફાયર જેવું હોય છે. કંપનીઓ અલગ અલગ મોડલમાં તૈયાર કરતી હોય છે.
ઑક્સિજન કન્સન્ટ્રેટર બે પ્રકારના હોય છે. જેમાં એક મોટા મશીન હોય છે જે સ્થાયી હોય છે. તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ શકાતું નથી. જે વધુ પ્રમાણમાં ઑક્સિજન સપ્લાય કરવા માટે બનાવવામાં આવે છે.
બીજા એક અન્ય કન્સન્ટ્રેટર હોય છે તે પોર્ટેબલ હોય છે. જેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે.
કેમ લેવાયો આ નિર્ણય?
ઑક્સિજન કન્સન્ટ્રેટર એ જગ્યાએ વધારે ઉપયોગ થાય છે જ્યાં લિક્વિડ મેડિકલ ઑક્સિજનની સુવિધા ન હોય. જેમ કે ઘણાં નાની હોસ્પિટલો કે નર્સિંગ હોમ.
કોરોનાના મામલામાં આ હોમ આઈસોલેશન વાળા દર્દીઓ માટે ઘણું મદદગાર છે. કોરોના લહેરમાં ઑક્સિજન સંકટ ઘેરું બન્યું છે જેથી કન્સન્ટ્રેટરની માંગ અચાનક વધી ગઈ છે અને આવામાં બજારમાં તેની ઉપલબ્ધ ખતમ થઈ ગઈ છે. જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
ક્યાંથી ખરીદશો, કેટલી હોય છે કિંમત?
હોસ્પિટલોમાં બેડની અછતની વચ્ચે ડૉક્ટર પણ હોમ આઈસોલેશનની સલાહ આપે છે. મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ ઘરમાં જ આઈસોલેશનમાં રહી શકે છે.
હવે આ મશીનની વાત કરીએ તો તમને સારા મેડિકલ ઈક્વિપમેન્ટ્સની દુકાન પર મળી શકે છે. અથવા તો તમે તેને ઑનલાઈન પણ મંગાવી શકો છો.
એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ હોઈ શકે છે. તેની કિંમતની વાત કરીએ તે સારું કન્સન્ટ્રેટર તમને 30થી 60 હજારની વચ્ચે મળી શકે છે.
આ પણ વાંચો :-
No comments:
Post a Comment