Search This Website

Monday, April 26, 2021

કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા ભારત માટે વિશ્વભરમાંથી પહોચી રહી છે મદદ





કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા ભારત માટે વિશ્વભરમાંથી પહોચી રહી છે મદદ

-April 26, 2021











નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝુમી રહેલી ભારતની હૉસ્પિટલ ઓક્સીજનની ભારે કમીનો સામનો કરી રહી છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિ જોતા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. ઓક્સિજનના પૂરવઠા માટે ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યમાંથી બીજા રાજ્યો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક રાજ્ય બીજા દેશો પાસેથી પણ ઓક્સિજન મંગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક દેશ મદદ માટે આગળ આવ્યા છે અને જલ્દી ઓક્સિજન અને જરૂરી મેડિકલ સામાનને ભારત મોકલી રહ્યા છે અથવા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.


શ્રીલંકામાં રહેલા ચીની દૂતાવાસે કહ્યુ કે, મહામારીના આ મુશ્કેલ સમયમાં ચીન ભારત સાથે છે. દૂતાવાસે જાણકારી આપી છે કે દિલ્હી માટે હોન્ગકોન્ગથી 800 ઓક્સિજન કન્સેન્ટ્રેટર મોકલવામાં આવ્યા છે અને આવનારા સાત દિવસમાં વધુ 10 હજાર ઓક્સીજન કન્સેન્ટ્રેટર ભારત મોકલવામાં આવી રહ્યા છે.



800 Oxygen Concentrators have been airlifted today from #HongKong to #Delhi ; 10,000 more in a week.#Chinais keeping in touch with #India for urgent needs.

Stay Strong! 🌏🙏#Solidarity#IndiaFightsCOVID19@China_Amb_India @IndiainSLhttps://t.co/9uOXAfYWKbpic.twitter.com/Ai2uOhAFGy

— Chinese Embassy in Sri Lanka (@ChinaEmbSL) April 25, 2021




ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ કહ્યુ છે કે મહામારી સામે લડી રહેલા ભારત માટે તે આવનારા દિવસોમાં ઓક્સિજન વેન્ટિલેટર મોકલશે.

આ પહેલા યૂરોપીયન કમિશને કહ્યુ હતું કે ભારતની મદદની ભલામણ મળ્યા બાદ જલ્દી જરૂરી દવાઓ અને મેડિકલ સપ્લાય ભારત મોકલવાની તૈયારી કરી રહ્યુ છે.

બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યુ છે કે તેમની સરકાર ભારત સરકાર સાથે મળીને કામ કરી રહી છે અને કોરોના સામે લડવા માટે બ્રિટન 300થી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત 600 મેડિકલ ડિવાઇસ ભારત મોકલી રહ્યુ છે.

આ રીતે દવાઓ અને મેડિકલ સામાનનો કુલ નવ જથ્થા ભારત મોકલવામાં આવી રહ્યા છે, જેનો પ્રથમ જથ્થો મંગળવારે દિલ્હી પહોચશે.



Britain is sending 600 pieces of medical equipment including oxygen concentrators and ventilators to India to help the country in its fight against Covid-19.

It’s the first of 9 planeloads that will arrive in New Delhi on Tuesday pic.twitter.com/GSLqVdVEUE

— Bloomberg Quicktake (@Quicktake) April 25, 2021



સિંગાપુરે ભારત માટે 500 બાઇપૈપ, 250 ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને બીજી મેડિકલ સપ્લાય મોકલી છે.

તમામ જરૂરી સપ્લાયનો પ્રથમ જથ્થો લઇને એક વિમાન સિંગાપુરના ચાંગી એરપોર્ટથી ગઇકાલ રાત્રે મુંબઇ પહોચ્યુ હતું.



#WATCH | An Air India flight, carrying 500 BiPAPs, 250 oxygen concentrators & other medical supplies from Singapore, landed in Mumbai last night.#COVID19pic.twitter.com/9S5G8ASE9S

— ANI (@ANI) April 26, 2021



સંયુક્ત અરબ અમીરાતે ભારતની મદદ માટે હાઇ કૈપાસિટી ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર મોકલ્યા છે.

યુએઇના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદે રવિવારે કહ્યુ કે કોરોનાના કેસમાં અચાનક ઉછાળ સામે ઝઝુમી રહેલા ભારતની મદદ કરવા અને તેનો સાથ આપવા માટે યુએઇ પ્રતિબદ્ધ છે. ભારતમાં મહામારીની સ્થિતિ વિશે તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર ચર્ચા કરી અને કહ્યુ કે મુશ્કેલ સમયમાં તે ભારત સાથે છે.

સાઉદી અરબે કહ્યુ છે કે તે ભારતની ઇમરજન્સી જરૂરત માટે ચાર ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર અને 80 મેટ્રિક ટન ઓક્સિજન મોકલનાર છે.

સાઉદી ગેજેટ અનુસાર અદાણી ગ્રુપ અને લિંડે કંપનીના સહયોગથી આ ઓક્સિજન ભારત લાવવામાં આવી રહ્યુ છે. આ સિવાય લિંડે કંપની 5000 ઓક્સિજન સિલિન્ડર પણ ભારત માટે આપશે જેનાથી જલ્દી ભારતની હોસ્પિટલોમાં પહોચાડી શકાય.

ઓક્સિજનનો પ્રથમ જથ્થો સાઉદીના પૂર્વમાં દમ્મમથી ગુજરાતના મુંદ્રા માટે નીકળી ચુક્યો છે.



#SaudiArabia is shipping 80 metric tons of liquid oxygen to #India as the country is running low on supplies due to an unprecedented spike in coronavirus cases https://t.co/HjLF5FacHN

— Saudi Gazette (@Saudi_Gazette) April 25, 2021



અમેરિકાએ કહ્યુ છે કે તે કોવિશીલ્ડ વેક્સીનના ઉત્પાદન માટે ભારતને જરૂરી કાચા માલ પુરો પાડશે જેથી વેક્સીનના ઉત્પાદનના કામમાં ઝડપ આવે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યુ છે કે અમેરિકા ભારતની મદદ કરવાને લઇ દ્રઢ-સંકલ્પ છે.

વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગત સાત દાયકાથી બન્ને દેશ સ્વાસ્થ્ય સેક્ટરમાં એક બીજાના સહયોગી રહ્યા છે અને મદદ કરતા રહ્યા છે અને જેમ કોરોના મહામારીના શરૂઆતના સમયમાં ભારત તરફથી અમેરિકાને મેડિકલ મદદ કરવામાં આવી હતી તે રીતે હવે જ્યારે ભારતને જરૂર છે તો અમેરિકા મદદ કરવા માટે પુરી રીતે તૈયાર છે.



Spoke today with National Security Advisor Ajit Doval about the spike in COVID cases in India and we agreed to stay in close touch in the coming days. The United States stands in solidarity with the people of India and we are deploying more supplies and resources: pic.twitter.com/yDM7v2J7OA

— Jake Sullivan (@JakeSullivan46) April 25, 2021



આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમન્તા બિશ્વ સર્માએ કહ્યુ છે કે રાજ્ય સરકારે ભૂટાનથી ઓક્સિજન આયાત કરવાની વ્યવસ્થા કરી છે.

તેના એક દિવસ પહેલા આસામના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પીયુષ હજારિકાએ ભૂટાનના સમદ્રૂપ જોંગખરમાં બની રહેલા ઓક્સિજન પ્લાન્ટનો પ્રવાસ કર્યો હતો અને કહ્યુ કે એક વખત આ પ્લાન્ટ બનીને તૈયાર થઇ ગયો તો આસામને રોજના 50 મેટ્રિક ટન ઓક્સિજન મળશે જેનાથી કોરોના સામે લડવામાં મદદ મળશે.


24 કલાકમાં કોરોનાના 3.52 લાખ કેસ

દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3 લાખ 52 હજાર 991 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ દેશમાં કોરોનાને કારણે 2812 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો હવે 1 કરોડ 73 લાખ 13 હજાર 163 થઇ ગયો છે જ્યારે કોરોના મહામારીથી મોતનો આંકડો 1 લાખ 95 હજાર 123 પર પહોચી ગયો છે.

No comments:

Post a Comment