પાલક ખાવાના આ ફાયદા જાણીને તમે પણ પાલક ખાવાનું શરૂ કરી દેશો.
પોષક તત્વો થી ભરપુર હોય છે લીલી પાંદડાવાળી શાકભાજી . મોટાભાગના લોકોને પાલક પસંદ હોતી નથી. ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. આજે અમે તમને પાલક ખાવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ પાલક ખાવાનું શરૂ કરી દેશો.
તો ચાલો જાણી લઈએ પાલક ખાવના ફાયદા..પાલક માં વિટામીન એ, સી, ઈ, અને બી કોમ્પ્લેક્સ ની ઘણી સારી માત્રા જોવા મળે છે. એ સિવાય પાલક માં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે.પાલક માં આયર્ન ની માત્રા વધારે હોય છે આ કારણે આ હિમોગ્લોબીન વધારવામાં લાભકારી છે.
તેના નિયમિત સેવન થી લોહી ની ભારી કમી પૂરી કરવામાં આવી શકે છે. પાલક માં મળવા વાળા વિશેષ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટસ અને પ્રોટીન માંસપેશીઓ ને વિશેષ રીતે હ્રદય ની માંસપેશીઓ ને મજબુતી પ્રદાન કરે છે.
પાચનતંત્ર મજબૂત બને છે. પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે.
ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.
પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.
પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. લીલી ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે.
ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.
પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે અને વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.
લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.
No comments:
Post a Comment