અમે સરકારની કામગીરીથી ખુશ નથી, ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ઝાટકી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને કરવામાં આવેલી સુઓમોટો અરજીની સુનાવણી શરૂ થઇ છે. ટેસ્ટિંગ, રેમડેસિવિર, ઓક્સિજન, 108 અને હૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા જેવા મુદ્દાને લઇને સરકારે એફિડેવિટ કરી છે
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી સિનિયર એડવોકેટ પર્સિ કવિનાએ અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાએ 108, રેમડેસિવિર અને ઓક્સિજનના અભાવની રજૂઆત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે કહ્યુ, જમીની હકીકત અને કાગળ પરની હકીકત અલગ છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. સરકાર કાગળ પર ગુલાબી ચિત્ર બતાવી રહી છે.આવું ને આવું રહ્યું તો તમારી આ 900 બેડની હોસ્પિટલ પણ કેટલી ઉપયોગી નીવડશે તેની શું ગેરંટી?
લૉકડાઉન એકમાત્ર ઉપાય
સીનિયર એડવોકેટ શાલીન મહેતાએ 7થી8 દિવસના લૉકડાઉનની માંગ કરી છે. વિશ્વના મોટા દેશોએ લૉકડાઉનથી અંકુશ મેળવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લૉકડાઉનને કારણે કેસો ઘટી રહ્યા છે. આજે રાજ્યના દરેક નાગરિક પરેશાન છે ત્યારે 7થી 8 લોકો ધરે રહેશે તો આ ચેઇન તૂટશે.
ગુજરાત હાઇકોર્ટે કહ્યુ કે, લૉકડાઉન સોલ્યુશન નથી, લૉકડાઉનથી કેટલા લોકોનું એક ટાઈમનું જમવાનું છીનવાઇ જશે તમને ખબર છે? આ કોઈ જર્મની, ન્યૂઝીલેન્ડ કે લંડન નથી, આ ભારત છે. આપણે જાતે જ નિયમ પાલન કેમ ન કરી શકીએ? સરકાર પર કેમ નિર્ભર છીએ.
No comments:
Post a Comment