કોરોનાના વધતા સંકટ વચ્ચે હાઈકોર્ટનો આદેશ- ‘કારમાં એકલા હશો તો પણ માસ્ક જરૂરી’
નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોનાના વધતા જતાં સંકટ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હવે દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું જરૂરી થઈ ગયુ છે. બુધવારે એક અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
જસ્ટિસ પ્રતિભા સિંહે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ એકલા ગાડી ચલાવી રહ્યો હોય, તો તેણે પણ માસ્ક પહેરવું પડશે. કોર્ટનું કહેવું છે કે, જો કોઈ વાહન પછી ભલે તેમાં માત્ર એક વ્યક્તિ જ કેમના બેઠું હોય, તે પણ એક પબ્લિક પ્લેસ જ છે. એવામાં માસ્ક પહેરવું આવશ્યક છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં કોરોના વાઈરસનું સંક્રમણ બેકાબૂ બનતુ જઈ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5100 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજ કારણ છે કે, દિલ્હીમાં કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.
દિલ્હી સરકારે હવે એપ્રિલ મહિના માટે નાઈટ કરફ્યૂ લગાવી દીધો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં સખ્તી રહેશે. આ સમય દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. જો કોઈ નોકરી પર જઈ રહ્યું હોય કે દુકાન ખુલ્લી રાખવી હોય તો તેને મંજૂરી લેવી પડશે.
અગાઉ પણ દિલ્હીમાં માસ્કને લઈને સખ્તી વધારવામાં આવી હતી. માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારવામાં આવતો હતો. જ્યારે કારમાં સવાલ લોકોના પણ માસ્કનું ચેકિંગ થઈ રહ્યું હતું. જો કે લૉકડાઉન હટ્યા બાદ લોકો માસ્ક પહેરવા પ્રત્યે બેદરકારી દાખવવા લાગ્યા હતા.
sk
No comments:
Post a Comment