Search This Website

Sunday, April 11, 2021

બંગાળમાં આજે પીએમ મોદીની ત્રણ રેલીઓ, અમિત શાહ કરશે રોડ શો




બંગાળમાં આજે પીએમ મોદીની ત્રણ રેલીઓ, અમિત શાહ કરશે રોડ શો








બંગાળ ચૂંટણીમાં ઘમાસાણ યથાવત છે. ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આઠ તબક્કાઓમાં થઈ રહેલી ચૂંટણી ની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે પાંચમા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. પાંચમા તબક્કાના મતદાનથી પહેલા પણ સત્તાધારી દળ અને વિપક્ષાબંનેમાંથી એકપણ ચૂંટણી પ્રચારમાં ઢિલાશ રાખવા માંગતુ નથી.


ભારતીય જનતા પાર્ટી (બીજેપી) તરફથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે. પીએમ મોદીની આજે બંગાળમાં ત્રણ રેલીઓ છે. પીએમ મોદીની પ્રથમ ચૂંટણી રેલી બપોરે 12 વાગે વર્ધમાનમાં થશે. વર્ધમાન પછી પીએમ મોદી 1.45 વાગે કલ્યાણીમાં જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીની ત્રીજી રેલી 3.15 વાગે બારાસાતમાં થશે.

પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળમાં હશે. ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર બંગાળના કાલિમ્પોંગાં રોડ શો કરશે. તેમને ધૂપગુડીમાં ચૂંટણી જનસભાને સબોંધિત કરવાની છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ગૃહમંત્રી અમિત શાહ રોડ શો આજે 11.30 વાગે શરૂ કરશે. ગૃહમંત્રી શાહ કાલિમ્પોંગમાં રોડ શો કર્યા પછી ધૂપગુડી માટે રવાના થશે.


ઉત્તર બંગાળના જ ધૂપગુડીમાં ગૃહમંત્રી શાહ જનસભાને સંબોધિત કરશે. ગૃહમંત્રી શાહની જનસભા બપોરે 1.40 વાગ્યાથી શરૂ થવાની છે. ઉલ્લેખનિય છે કે, કાલિમ્પોંગને 2016ની વિધાનસભાની ચૂંટણીથી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અલગ જિલ્લો બનાવી દીધો હતો. અલગ જિલ્લો બનવાથી પહેલા કાલિમ્પોંગ દાર્જિલિંગ જિલ્લાનો જ ભાગ હતો.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના કારણે ભારતની સ્થિતિ કફોડી બની ગઇ છે. તેવામાં દેશમાં હાંહાકાર મચી ગયો છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે, તો બીજી તરફ રસીથી લઈને કોરોનામાં રક્ષણ આપતી દવાઓ સહિત ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આવી કપરી સ્થિતિમાં જવાબદારી લેનાર કોઈ દેખાતું નથી. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશ અને દેશવાસીઓની ચિંતા છોડીને વધુ એક રાજ્યને જીતવાની કોશિશમાં લાગ્યા છે.

બંગાળમાં લાખો લોકોની જનસભાઓને સંબોધિત કરવામાં આવી રહી છે, તો મોટી-મોટી રેલીઓ કાઢવામાં આવી રહી છે. દેશના બીજા ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે, તો બંગાળમાં રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે કોરોનાના આંકડાઓ પણ રજૂ કરી રહ્યાં નથી. બંગાળમાં સત્તા મેળવવા માટે લાખો લોકોના જીવન દાવ ઉપર લગાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પછી બંગાળમાં કોરોના કેસોનો રાફડો ફાટે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

No comments:

Post a Comment