ઓક્સીજન માટે અફરાતફરી, હોસ્પિટલ પહોચ્યા પહેલા જ લોકોએ સિલેન્ડર લૂંટી લીધા
ભોપાલ: દેશમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સીજનની કમી મોટી સમસ્યા બનીને સામે આવી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબથી લઇને ઉત્તર પ્રદેશ સુધી આ સમસ્યાથી લોકો ઝઝુમી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે ઓક્સીજનની માંગ પણ વધી રહી છે. કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને ઓક્સીજન પહોચાડવાની અપીલ કરી છે.
મધ્ય પ્રદેશમાં પણ સ્થિતિ ગંભીર બની ગઇ છે. ભોપાલ સહિત કેટલાક જિલ્લામાં હોસ્પિટલ ઓક્સીજનની કમી સામે ઝઝુમી રહ્યા છે. સ્થિતિ એવી બની ગઇ છે કે દમોહમાં ઓક્સિજન સિલેન્ડરોને લૂંટવાની ઘટના સામે આવી છે.
દમોહ જિલ્લા હોસ્પિટલથી મંગળવાર રાત્રે લોકોએ ઓક્સીજન સિલેન્ડર લૂંટી લીધા હતા. જિલ્લાના કલેક્ટરે જણાવ્યુ, જેવા જ ઓક્સીજન સિલેન્ડરનો ટ્રક આવ્યો કેટલાક લોકોએ ઓક્સીજન સિલેન્ડર લૂંટી લીધા હતા અને પોતાના દર્દીઓની પાસે જઇને રાખી દીધા હતા. જોકે, હોસ્પિટલમાં ઓક્સીજન પુરતી માત્રામાં હતું. એવા લોકોની ઓળખ કરીને તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કેટલાક રાજ્યમાં ઓક્સીજનના ખાલી સિલેન્ડરોની સમસ્યા બનેલી છે. ઉત્તર પ્રદેશમાં લગભગ તમામ જિલ્લામાં ઓક્સીજનની કમી છે. પંજાબના અમૃતસર અને જાલંધરમાં પણ ઓક્સીજનની કમી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં પણ ઓક્સીજનની કમી છે. સરકારે રાજ્યના તમામ 29 ઉદ્યોગોમાંથી ઓક્સીજનની ઔધોગિક પુરવઠા પર રોક લગાવી દીધી છે. માત્ર હોસ્પિટલોને જ તેનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.
No comments:
Post a Comment