મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા પછી બોલ્યા મોદી- હાલમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂરત નથી
દેશમાં કોરોનાની વધતી સ્પીડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કોરોનાની વિકરાળ સ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા થઈ. મીટિંગ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોરોનાના કેસ બીજી વખત વધી રહ્યાં છે. એવામાં તત્કાલ ઉપાય આવશ્યક થઈ ગયા છે. તેમને કહ્યું કે, દેશમાં નવ કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. 45 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને ઝડપી રસી આપી દેવામાં આવશે.
પીએમએ કહ્યું કે, હાલમાં લોકડાઉનની જરૂરત નથી. જ્યારે મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કોરોનાથી બચાવ માટે મંતવ્ય માંગ્યા છે. તેમને કહ્યું કે, એક વખત ફરીથી પડકારપૂર્ણ સ્થિતિ બની રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોમાં પડકાર વધી રહ્યાં છે. અમે ગવર્નેન્સ પર ભાર આપીએ છીએ. પીએમે કહ્યું કે, અમારા બધા માટે આ ચિંતાનો વિષય છે. આ વખતે લોકો પહેલાની અપેક્ષા કરતાં વધારે કેજ્યુલ થઈ ગયા છે. તેમને કહ્યું કે, ફરીથી યુદ્ધ સ્તરે કામગીરી કરવી પડશે. પીએમે કહ્યું કે, જન ભાગીદારીની સાથે-સાથે આપણા ડોક્ટર્સ સ્થિતિને સંભાળવામાં આજે લાગ્યા છે.
માઈક્રો કન્ટેનમેન્ટ જોન પર ફોકસ જરૂરી
પીએમે કહ્યું કે, દુનિયાભરમાં રાત્રિ કર્ફ્યૂને સ્વીકાર કરવામાં આવી છે, આને હવે નાઈટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂના નામથી યાદ રાખવો જોઈએ. તેમને કહ્યું કે, કોરોનાના ઉપચાર માટે માઈક્રો કન્ટેન્ટમેન્ટ જોન પર ફોક્સ જરૂરી છે. પીએમે કહ્યું કે, આ વખતે અમારા પાસે કોરોનાથી લડવા માટે બધા ઉપાય હાજર છે. હવે તો વેક્સિન પણ છે. જોકે, પીએમે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, પહેલાની સરખામણીમાં આ વખતે લોકો વધારે બેદરકાર બની ગયા છે.
11થી 14 એપ્રિલને રસીકરણ ઉત્સવ મનાવો
પીએમ મોદીએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને આગ્રહ કરતાં કહ્યું કે, 45 વર્ષથી ઉપરના લોકોને શત-પ્રતિશત રસીકરણ કરાવવાની કોશિશ કરો. પીએમે કહ્યું કે, 11 એપ્રિલથી 14 એપ્રિલ રસી ઉત્સવ મનાવી શકો છે. વધારેમાં વધારે લોકોને વેક્સિન લગાવો.
No comments:
Post a Comment