♥ વેક્સિન વિશેના સવાલો અને તેના જવાબો ♥
તારીખ ૨૨-૪-૨૦૨૧ ના રોજ અંગ્રેજી ન્યુઝ પેપર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં આવેલ લેખનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે જે આપ સૌ મિત્રોને લાભદાયી રહેશે.
તારીખ ૨૦-૪-૨૦૨૧ ના રોજ “ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન”ના જોઇન્ટ કમિશનર (હેલ્થ) ડૉ. એ. જોન વરઘીઝ, સિટી હેલ્થ ઓફિસર ડૉ. એમ. જગદીશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમીઓલોજી ડૉ. પ્રભડીપ કૌર અને ડૉ. પી. ગણેશે કોવિદ-૧૯ વેક્સિનેશન માટે એક સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ આ વિષય ઉપર કરવામાં આવેલ સવાલોના જવાબો ટુંકમાં સુંદર રીતે આપ્યા હતા.
સવાલ : કઈ વેક્સિન સારી છે ? કોવાકશીન કે કોવિશિલ્ડ ?
જવાબ : બંને વેક્સિનો શુષ્મ સંશોધનમાંથી પસાર થઈ છે અને બંને અસરકારક છે. દરેક નાગરિકે આ બે વેકસીનોમાંથી કોઈપણ એક મુકાવવી જરૂરી છે કે જેથી તેઓ ગંભીર બીમારી અને કોવિદથી થતાં મૃત્યુ અટકાવી શકાય.
સવાલ : શું હું એક ડોઝ કોવાકશીન વેક્સિન અને બીજો ડોઝ કોવિશિલ્ડ વેક્સિનનો લઈ શકું ?
જવાબ : ના. બંને ડોઝ કોઈપણ એકજ વેક્સિનના લેવા.
સવાલ : શું હાર્ટની બાયપાસ સર્જરી કરી હોય તો તે દર્દીઓ આ વેક્સિન લઈ શકે ?
જવાબ : હા.
સવાલ : શું આ વેક્સિન લીધા પછી કોવિદ-૧૯ થઈ શકે ?
જવાબ : આ માટે હમારી પાસે ભારતમાં ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ યુ. એસ. એજન્સી “સેન્ટર ફોર દીઝીઝ કંટ્રોલ”ના જણાવ્યા મુજબ ૯૯.૯૯% આ વેક્સિન લીધા પછી આ રોગનો ચેપ લાગતો નથી.
સવાલ : જે દર્દીઓને એલર્જી થતી હોય તેવા દર્દીઓ શું આ વેક્સિન લઈ શકે ?
જવાબ : તમારા ડોક્ટરનો સંપર્ક કરો. એલર્જી જુદી, જુદી પ્રકારની હોય છે. જો તમોને પહેલાં એલર્જી થઈ હોય તો વેક્સિન મુકાવવા માટે હોસ્પિટલમાં જાઓ. જો કોઈ રીએક્શન થાય તો તેઓ તમારી સંભાળ લેશે.
(૨)
સવાલ : વેક્સિન મુકવ્યા પછી શું લક્ષણો દેખાય છે ?
જવાબ : તાવ આવવો, શરીરમાં દુખાવો થવો અને થકાન લાગવી. આ બધુ થાય તો એક પેરાસેટિમોલ ટેબ્લેટ લેવી. આ લક્ષણોમાંથી ફક્ત ૨ કે ૩ દિવસમાં મુક્ત થઈ જશો. કોઈ મોટી માઠી અસર થતી નથી. કોઈક વાર જ્યાં વેક્સિન મુકાવી હોય તે પોઈન્ટ ઉપર થોડી લાલાશ અને થોડું દર્દ થઈ શકે છે.
સવાલ : મેં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય અને મારા પરિવારમાં કોઈને કોવિદ-૧૯ થાય તો શું કરવું? બીજા ડોઝ માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ ?
જવાબ : બીજો ડોઝ તેના મૂકવાના સમય પ્રમાણે લઈ લેવો.
સવાલ : જે દર્દીઓને પહેલે કોઈ બીમારી થઈ હોય તેવા દર્દીઓ આ વેક્સિન મુકાવી શકે ખરા ?
જવાબ : હા, મુકાવી શકે.
સવાલ : શું આ વેક્સિન મુકાવવા પહેલાં કોઈ ટેસ્ટ લેવી આવશ્યક છે ?
જવાબ : ના, કોઈ જરૂર નથી. માત્ર ભારત દેશમાંજ નહીં પરંતુ આખી દુનિયામાં કોઈપણ જાતની ટેસ્ટ લેવી જરૂરી નથી. પરંતુ જો તમોને કોવિદ-૧૯ના લક્ષણો હોય તો વેક્સિન મુકાવવા પહેલાં ટેસ્ટ કરાવવી જોઈએ.
સવાલ : શું વેક્સિનનો પહેલો ડોઝ જે જગ્યાએ લીધો હોય તે જ જગ્યાએ બીજો ડોઝ લેવો જોઈએ ?
જવાબ : ના. તમે કોઈપણ જગ્યાએ બીજો ડોઝ લઈ શકો છો.
સવાલ : શું કોવિદ-૧૯ વેક્સિન મને બીજો કોઈ ચેપ લગાવી શકે ?
જવાબ : ચોક્કસ નહીં. ભારત દેશની કોઈપણ વેક્સિન જીવતા વાઇરસ ધરાવતી હોતી નથી માટે તે કોવિદ-૧૯ નો ચેપ લગાવી શકે નહીં. પરંતુ, તમે વેક્સિન લીધા પછી કોઈપણ જાતની ખોટી હિમ્મત બતાવશો નહીં અને સાવચેતીના દરેક પગલાં લેશો જેવા કે, માસ્ક પહેરવું અને બીજા વ્યક્તિથી થોડું દૂર રહી ડિસ્ટન્સ જાળવવું.
સવાલ : પહેલા ડોઝ અને બીજા ડોઝની દવામાં શું કોઈ ફરક છે ?
જવાબ : ના.
સવાલ : વેક્સિન લેતા પહેલાં શું મારે મારી લોહી પાતળું કરવાની દવા જે હું હમેશાં લઈ રહ્યો છે તે બંધ કરવી જોઈએ ?
જવાબ : ના.
(૩)
સવાલ : અગર જો મને વેક્સિનનો બીજો ડોઝ લેવા પહેલાં કોવિદ-૧૯ થાય તો મારે શું કરવું ?
જવાબ : તમો કોવિદ-૧૯ માંથી સારા થયા પછી એક કે બે અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો. અગર જો તમોને વેક્સિનના પ્રથમ ડોઝ લેવા પહેલાં કોવિદ-૧૯ થાય તો ૨૮ દિવસ પછી પૂરેપૂરા સ્વસ્થ થયા બાદ વેક્સિનનો ડોઝ લેવો.
સવાલ : શું ગર્ભવતી સ્ત્રીઓ કે પોતાના નાના બાળકને દૂધ પીવરાવતી સ્ત્રીઓ આ વેક્સિન લઈ શકે ?
જવાબ : ના. આ સલાહભર્યું નથી.
સવાલ : શું હાર્ટના દર્દીઓ આ વેક્સિન લઈ શકે ?
જવાબ : હા.
સવાલ : મેં વેક્સિનનો એક ડોઝ લીધો અને પછી મને કોવિદ-૧૯ થાય તો પૂરેપૂરા સ્વસ્થ થયા પછી મારે ફક્ત વેક્સિનનો બીજો ડોઝ જ લેવો કે ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા ?
જવાબ : તમારે ફક્ત બીજો ડોઝ જ લેવો. ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા નહીં.
સવાલ : જે દર્દીને કેન્સર થયું હોય તે દર્દી આ વેક્સિન લઈ શકે ?
જવાબ : હા. આગળની કોઈપણ માંદગી હોય તો પણ દર્દી આ વેક્સિન લઈ શકે છે.
સવાલ : વેક્સિનનો બીજો ડોઝ મુકવ્યા પછી મને પગમાં દર્દ થાય છે. શું વેક્સિન મુકાવ્યા પછી આ પ્રમાણે દર્દ થાય છે ?
જવાબ : તમારા ડોક્ટરનો સંપર્ક કરો. પગમાં દર્દ થવાના ઘણા કારણો હોય છે.
સવાલ : શું આ વેક્સિન આપના શરીરમાં જે રોગ-પ્રતિરક્ષા (ચેપમુક્તિ)ના એંટીબોડીઝ ઉત્પન્ન કરે છે તે શરીરમાં બીજા વાઇરસનો પણ પ્રતિકાર કરે છે ?
જવાબ: ના. આ બીજા રોગોના પ્રતિકાર માટે વેક્સિન નથી.
સવાલ : મારા પિતાજી વેક્સિનનો બીજો ડોઝ લેતા ગભરાય છે. શું એક ડોઝ લીધો છે તે ચાલશે ?
જવાબ : આ વેક્સિનની પૂરેપુરી અસર તમે તેના બે ડોઝ લીધા પછી બે અઠવાડીયા બાદ થાય છે. એક ડોઝ લેવો પૂરતો નથી.
(૪)
સવાલ : આપના શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે, શું તે આ વેક્સિન લીધા પછી નાશ પામે છે ?
જવાબ : ના. આ વેક્સિન તમારા શરીરમાં નવા એંટીબોડીઝ ઉમેરવાનું કામ કરે છે. શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે તેને કોઈ વાંધો નહીં આવશે અને તમારી રોગ-પ્રતિરક્ષામાં કોઈપણ જાતનો વાંધો નહીં આવશે.
સવાલ : હું કોવિદ-19 માંથી સારો થયો છું. મારા શરીરમાં એંટીબોડીઝ ઉપલબ્ધ છે. શું હું વેક્સિન નહીં લઇશ તો ચાલશે ?
જવાબ : ના. એંટીબોડીઝ લાંબો સમય સુધી શરીરમાં રહેતા નથી. માટે આ વેક્સિન મુકાવવું અગત્યનું છે.
સવાલ : અગર જો વેક્સિનના બીજા ડોઝ મુકાવવામાં મોડું થઈ જાય તો વાંધો નહીં ?
જવાબ : કોઈ વાંધો નહીં. તમારા સમય પ્રમાણે બીજો ડોઝ લઈ શકો છો. પરંતુ ચાર અઠવાડીયા કે છ થી આંઠ અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો જરૂરી છે. વેક્સિનનો બીજો ડોઝ લેવો જ જોઈએ.
સવાલ : મારા પિતાજીને હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને હાર્ટનો પ્રોબ્લેમ છે. શું તેઓ આ વેક્સિન લઈ શકે ?
જવાબ : હા. આવા દર્દીઓને કોવિદ-19 થાય તો ખતરારૂપ છે માટે તેઓએ જરૂરથી આ વેક્સિનના બે ડોઝ લેવા જોઈએ.
સવાલ : વેક્સિનનો એક ડોઝ વિદેશમાં લીધો છે અને શું હવે બીજો ડોઝ ભારતમાં લઈ શકાય ?
જવાબ : હા. જે વેક્સિન વિદેશમાં મૂકી તે જ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ હોય અને મુકાતી હોય તો.
સવાલ : વેક્સિન મુકવ્યા પછી કોઈપણ સાઈડ-ઇફેક્ટ નહીં થાય તો શું એમ માનવું કે આ વેક્સિન આપણને અસરકારક છે ?
જવાબ : હા.
સવાલ : ઘરે રહીને ઘરમાં જ આ વેક્સિન મુકાવી શકાય ?
જવાબ : ના. અગર જો ૫૦ થી ૧૦૦ વ્યક્તિઓ કોઈ એપાર્ટમેંટ કે કોમ્પ્લેક્સમાં ટેમ્પરરી કેમ્પની યોજના કરે તો વેક્સિન મૂકી શકાય.
No comments:
Post a Comment