Search This Website

Wednesday, April 7, 2021

કોરોનાની બીજી લહેરનો શિકાર બની રહ્યાં છે બાળકો, અમદાવાદ-સુરતમાં સ્થિતિ ગંભીર




કોરોનાની બીજી લહેરનો શિકાર બની રહ્યાં છે બાળકો, અમદાવાદ-સુરતમાં સ્થિતિ ગંભીર

















અમદાવાદ/સુરત: સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં દિન-પ્રતિદિન સ્થિતિ ગંભીર બનતી જાય છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. સુરત અને અમદાવાદના બાળકોમાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. બાળકોમાં ઝાડા, ઉલટી અને શરદી-તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આટલું જ નહીં, કેટલાક કેસોમાં ખૂબ જ સામાન્ય લક્ષણો હોવા છતાં પણ બાળકો સંક્રમિત થઈ રહ્યાં છે.

કોરોનાની બીજી લહેરમાં વાઈરસના સ્ટ્રેનમાં એક મોટો બદલાવ આવ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, કોરોના વાઈરસની સંરચના નાટકીય ઢબે બદલાઈ ગઈ છે. બાળકોમાં ઝાડા-ઉલ્ટી અને શ્વાસની તકલીફ જેવા સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે.

આ અંગે બાળ રોગ નિષ્ણાંતનું કહેવું છે કે, નવા કોરોના વાઈરસના કારણે બાળકોમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યો છે. અમે બાળકોને ઘરે વીડિયો કૉલ કરીને તેમને સલાહ આપીને દવા આપવાની વ્યવસ્થા કરીએ છીએ. અમે દર 3-4 કલાકમાં એક વખત વીડિયો કોલ કરીને બાળકના પરિવાર સાથે સંપ્ક કરીને જાણકારી મળતી રહી છે. બાળકોના લક્ષણોને ધ્યાનમાં રાખીને જો હોસ્પિટલોમાં એડમિટ કરવા જેવું લાગે, તો જ બાળકને કોવિડ વોર્ડમાં દાખલ કરવા પડે છે. હાલ સુરત શહેરની 15થી વધુ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર ચાલી રહી છે.

No comments:

Post a Comment