Search This Website

Thursday, April 15, 2021

વિશ્વમાં કોરોના: યુરોપમાં દસ લાખથી વધારે લોકોના મોત




વિશ્વમાં કોરોના: યુરોપમાં દસ લાખથી વધારે લોકોના મોત









વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના વડા ડો. હાન્સ કલુઝના જણાવ્યા અનુસાર, યુરોપમાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા દસ લાખનો આંક પાર કરી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે 80 વર્ષ કરતાં વધારે વયના લોકોમાં કોરોનાને કારણે થતાં મોતમાં 30 ટકાનો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે જેમણે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી મેળવી છે તે લોકોમાં લોહી ગંઠાઇ જવાનું જોખમ વધારે છે.


જર્મનીમાં રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,426 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 30,73,442 થઇ છે જ્યારે આજે કોરોનાને કારણે 293 લોકોના મોત થવાને પગલે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 80, 000 થવાની તૈયારીમાં છે.

આરોગ્ય પ્રધાનજેન્સ સ્ફાને જણાવ્યું હતું કે જર્મનીએ તેની વસ્તીના 17.6 ટકા લોકોને કોરોનાની રસી આપી દીધી છે. હાલ દરરોજ પાંચથી નવ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે અને નવા કેસોમાં 90 ટકા કેસો યુકે વેરીઅન્ટના જણાયા છે.


બ્રાઝિલમાં કોરોનાના કારણે 3459 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 3,60,000ને પાર થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં નવા કોરોના વાઇરસને કારણે કુલ 8,747 લોકોના મોત થયા હતા. કોરોનાના નવા 73,513 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 13,673,500 થઇ છે.

આ દરમિયાન યુએસ બાદ ઇટાલી અને દક્ષિણ આફ્રિકાએ પણ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સીંગલશોટ રસી આપવાની યોજના માંડી વાળી છે. યુએસમાં આ રસી લેવાને કારણે લોહી ગંઠાઇ જવાના અહેવાલ આવવા માંડતા સરકારે આ રસીના વિતરણને કામચલાઉ ધોરણે અટકાવી દીધું હતું.

કોરોનાએ અત્યાર સુધીમાં ઇટાલીમાં 1,15,557 લોકોને ભરખી ગયો છે. હાલ ઇટાલીમાં કોરોનાના 38,09,193 કેસો નોંધાયેલા છે. ઇરાનમાં પણ ગુરૂવારે કોરોનાના નવા 25,078 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 21,68,872 થઇ હતી.

No comments:

Post a Comment