Search This Website

Monday, April 12, 2021

ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, તમામ સુવિધાઓ છે તો એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગી રહી છે?




ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, તમામ સુવિધાઓ છે તો એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગી રહી છે?







અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ બાબતે હાઈકોર્ટમાં સુઓમોટોને લઈને સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જે મામલે આજે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ભાગ લઈ રહ્યાં છે. આ સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢીને 15 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે




હાઈકોર્ટમાં સુનાવણીની મોટી વાતો:

બીજા કોઈ રાજ્ય સાથે સરખામણી કરવાની જરૂર નથી, ગુજરાતની વાત કરો
હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરતાં જણાવ્યું કે, અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે. આજે પણ સામાન્ય માણસને RT-PCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4 થી 5 દિવસ થઈ જાય છે.
જ્યારે VIP કોઈ હોય તો, સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

આપણે આટલા આધુનિક છીએ, તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ 3 દિવસે કેમ મળે છે? VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે, તો સામાન્ય લોકોને કેમ નહી? આપણે અન્ય કોઈ રાજ્યની સરખામણી કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી NGO છે, તેમના મારફતે કોવિડ કેર સેન્ટર અને કિચન શરૂ કરાવવા જોઈએ.

રેમડેસિવીર મામલે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો
રેમડેસિવિર ઈન્જેક્શનની અછત બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા જણાવ્યું કે, રેમડેસિવિર માટે કોઈ લાઈનમાં ઉભુ ના રહેવું જોઈએ. કોઈ મજા કરવા ઈન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભુ નથી રહેતું. પેરાસિટોમલની જેમ જ રેમડેસિવિરનું ઈન્જેક્શન પણ સરળતાથી મળવું જોઈએ.

મીડિયાના તમામ અહેવાલ ખોટા ના ગણી શકાય. રાજ્યના નાના-તાલુકાઓમાં પણ સ્થિતિ ગંભીર છે. રાજ્ય સરકારની અવ્યવસ્થાના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. જો તમે તમામ સુવિધાઓનો દાવો કરતાં હોય, તો એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગી રહી છે. અમારે માત્ર પરિણામ જોઈએ છે.

સરકાર મહામારી રોકવાના શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે: એડવોકેટ જનરલ

હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા જણાવ્યું કે, ભારતમાં પ્રતિદિન 1,75,000 રેમડેસિવીર વાયલની જરૂરિયાત છે. જ્યારે ગુજરાત સરકાર એક જ દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. રેમડેશિવિલ ઈન્જેક્શનની આવશ્યક્તા સામાન્ય સંજોગોમાં હોતી નથી. આમ છતાં હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમેડેસિવીર ઈન્જેક્શનના ભાવ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને પણ ઈમરજન્સીમાં ઈન્જેક્શન મળી રહે છે. આ સિવાય ધનવંતરી અને સંજીવની એમ્બ્યુલન્સ દ્વારા ડોક્ટરો અને હેલ્થ વર્કરની ટીમો પણ ઘરે-ઘરે જઈને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર યોગ્ય રીતે કામ કરી રહી છે.

સરકાર દ્વારા રેમેડેસિવિર ઈન્જેક્શનની અછત દૂર કરવાનો પ્રયત્ન સતત ચાલુ જ છે. આ માટે સરકાર તરફથી રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે કેટલાક ઠેકાણે રેમેડસિવિર ઈન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યાં છે.

કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લૉકડાઉન લગાવવું કોઈ ઉકેલ નથી. ગત વર્ષે લૉકડાઉનનો નિર્ણય કેન્દ્ર સરકારનો હતો, પરંતુ લૉકડાઉન કોઈ સોલ્યુશન નથી લાખો લોકો માઈગ્રેશન થશે રોજે રોજનુ કમાઈને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે. લોકડાઉનથી ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલી વધશે. રાજ્ય સરકાર લોકડાઉન લગાવવાના પક્ષમાં નથી.

રાજય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરે છે આરોગ્ય વિભાગના કર્મીઓ એકટીવ લી 24×7 કામ કરે છે ડૉકટરોની રીમાર્કેબલ ભૂમિકા ભજવી રહ્યા છે અને નિષ્ણાત તબીબો સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે મૃતકોના સ્વજનોએ વેઇટિંગ કરવું પડી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સુઓમોટોને જાહેર હિતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો હતો.

No comments:

Post a Comment