Search This Website

Tuesday, April 20, 2021

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે મેડિકલ એસોસિયેશને કોર્ટમાં લૉકડાઉન કરવા રજૂઆત કરી છે.


ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે મેડિકલ એસોસિયેશને કોર્ટમાં લૉકડાઉન કરવા રજૂઆત કરી છે.


ગુજરાત હાઇકોર્ટમાં કોરોના વાયરસ અંગે સુનાવણી
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં દાખલ કર્યો જવાબ
મેડિકલ એસોસિયેશન દ્વારા લૉકડાઉન કરવાની રજૂઆત





ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે મેડિકલ એસોસિયેશને કોર્ટમાં લૉકડાઉન કરવા રજૂઆત કરી છે.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવશે નહીં. એવામાં ઘણી બધી સંસ્થાઓ તથા નિષ્ણાતો દ્વારા લૉકડાઉન કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાઇકોર્ટમાં કોરોના વાયરસ પર ચાલી રહેલી સુનાવણીમાં મેડિકલ એસોસિયેશન દ્વારા ગુજરાતમાં 14 દિવસનું લૉકડાઉન કરવા રજૂઆત કરવામાં આવી છે.

મેડિકલ એસોસિયેશન દ્વારા લોકડાઉનની કરવામાં આવી માંગ

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે મેડિકલ એસોસિયેશને કોર્ટમાં લૉકડાઉન કરવા રજૂઆત કરી છે.


ગુજરાતમાં લથડતી કોરોનાની પરિસ્થિતિ પર હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મેડિકલ એસોસિયેશન દ્વારા દલીલ કરવામાં આવી છે કે રાજ્યમાં 14 દિવસનું લૉકડાઉન જરીરી જરૂરી છે અને રાજ્ય સરકારે આ વિષય પર વિચાર કરવો જોઈએ. આ સિવાય હોસ્પિટલોમાં બેડ તથા દવાઓની પણ જરૂરિયાત છે તેમ મેડિકલ એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રોજના 1 લાખ 73 હજાર ટેસ્ટ કરાય છે-સરકાર

ગુજરાત સરકાર દ્વારા જવાબ રજૂ કરાયા બાદ હાઇકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા. હાઇકોર્ટે સરકારને કહ્યું કે રેપિડ ટેસ્ટ કરતા RTPCR ટેસ્ટ વધુ એક્યુરેટ છે તથા સિટી સ્કેનની જરૂર પડી રહી છે. સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે બે અઠવાડિયામાં 40 જેટલા RTPCR મશીન શરૂ કરાશે જ્યારે રોજના 1 લાખ 73 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.

ભારતમાં બીજી લહેર બની કહેર

ભારતમાં માર્ચ મહિનાથી સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ દિવસને દિવસે ખૂબ જ કથળી રહી છે અને જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા નથી. એવામાં દરરોજ કોરોના વાયરસની કેસની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં 21મી એપ્રિલ, 2021ના આંકડા અનુસાર 2,59,170 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1,761 મોત થઈ છે. આ સિવાય એક દિવસમાં 1,54,761 લોકો સાજા થયા છે.

No comments:

Post a Comment