હવે નહીં થાય લોહીની તંગી, વૈજ્ઞાનિકોએ બ્લડ ગ્રુપ ‘A’ને પણ બનાવ્યું યુનિવર્સલ ડોનર

નવી દિલ્હી: આપણને જ્યારે લોહીની જરૂરિયાત ઉભી થાય, ત્યારે બ્લડ બેંકના ધક્કા ખાવા પડતા હોય છે. એમાં પણ જ્યારે આપણને જોઈતા ગ્રુપનું બ્લડ ના મળે, ત્યારે નિરાશા સાંપડે છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સારા સમાચાર આપ્યા છે. રિસર્ચ બાદ હવે “O” બ્લડ ગ્રુપ સાથે “A” બ્લડ ગ્રુપને પણ યુનિવર્સલ ડોનર માનવામાં આવ્યું છે. જેનો અર્થ એ થયો કે, હવે લોકોને લોહીની તંગીનો સામનો નહીં કરવો પડે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ બેક્ટેરિયલ એન્જાઈમના પ્રયોગ થકી “A” બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનરમાં તબદીલ કરી દીધુ છે.
વૈજ્ઞાનિકોના આ પ્રયત્નથી હવે હોસ્પિટલોમાં લોહીની તંગીથી થનારા મૃત્યુ પર રોક લગાવી શકશે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધીથી સામાન્ય માનવીને અનેક ફાયદો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, એકલા અમેરિકામાં ઑપરેશન, રૂટિન ટ્રાન્સફ્યૂઝન અને ઈમરજન્સી સર્જરી માટે સાડા સોળ હજાર લીટર લોહીની જરૂર પડે છે. એક સફળ ટ્રાન્સફ્યૂઝન માટે જરૂરી છે કે, દર્દીના લોહથી ડૉનરનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય. વૈજ્ઞાનિકોએ માનવીના આંતરડામાં કેટલાક માઈક્રોબ્સની શોધ કરી છે. જેમાંથી બે પ્રકારના એન્જાઈમ નીકળે છે.
આ એન્જાઈમની મદદ થકી બ્લડ ગ્રુપ “A”ને યુનિવર્સલ ડોનરમાં બદલવામાં સફળતા મળી છે. મેરીલેન્ડ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ ક્લીનિકલ સેન્ટરના બ્લડ ટ્રાન્સફ્યૂઝન એક્સપર્ટ હાર્વે ક્લેનનું કહેવનું છે કે, આ પ્રકારની શોધ પ્રથમ વખત કરવામાં આવી છે. જો આ પ્રક્રિયા મોટા પાયે સફળ થશે તો મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ ગણાશે.
જણાવી દઈએ કે, માણસમાં A,B,O, AB ચાર બ્લડ ગ્રુપ હોય છે. જેની ઓળખ લાલ રક્ત કોષ (RBC)ની ચોતરફ રહેલા સુગર કણોથી ઓળખ કરવામાં આવે છે. જો તમારુ બ્લડ ગ્રુપ બી છે અને તમને એ બ્લડ ગ્રુપ ચડાવવામાં આવે તો સુગરના આજ કોષ જેને આપણે એન્ટીજન કહીએ છીએ તે, RBC પર એટેક કરીને તેને નષ્ટ કરી દે છે. જેના કારણે કોઈ શખ્સનું મોત પણ થઈ શકે છે.
બ્લડ ગ્રુપ “O”માં આવા એન્ટીજનની કમી હોય છે. આથી આ બ્લડ ગ્રુ અત્યાર સુધી યુનિવર્સલ ડોનર ગણાતું હતું. સામાન્ય રીતે આ ગ્રુપના લોહીની માંગ હોસ્પિટલોમાં સૌથી વધુ હોય છે, કારણ કે ઓપરેશન થિયેટરમાં અનેક વખત અકસ્માતનો ભોગ બનેલા લોકોના બ્લડ ગ્રુપ તપાસવાનો સમય નથી મળતો.
No comments:
Post a Comment