Search This Website

Saturday, April 10, 2021

વહાલી દીકરી યોજના નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી કોને અરજી કરવી અને યોજના માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ માહિતી

 વહાલી દીકરી યોજના નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી કોને અરજી કરવી અને યોજના માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ માહિતી


વહાલી દીકરી યોજના નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી કોને અરજી કરવી અને યોજના માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ માહિતી

વર્ષ 2018-19 ના અંદાજપત્રમાં વ્હાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના ગુજરાત રાજ્ય ની યોજના છે (This scheme is a scheme of Gujarat State ) માનનીય નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આ યોજનામાં તમારી દીકરીને 1,10,000 રૂપિયા સુધી મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ કોને મળશે? કેટલી દીકરીઓને મળશે? અને કેવી રીતે મળશે? તેની  બધી જ માહિતી  હું તમને જણાવીશ 

પાત્રતા  Eligibility

તારીખ 2/8/ 2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને લાભ મળશે 

દંપતીની વધુમાં વધુ બે દીકરીઓને લાભ મળવાપાત્ર થશે

દંપતીની પ્રથમ અને બીજી બંને દીકરી  આ યોજનાનો લાભ લઇ શકે છે પરંતુ દંપતીએ બીજી દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ 

પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરી ને સહાય મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ 

પ્રથમ દીકરો અને બીજી બંને દીકરીઓ (જોડીયા)કે તેથી વધુ એકસાથે જન્મ થાય એવા અપવાદ રૂપ કિસ્સામાં તમામ દીકરીઓને વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી બાદ દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ 

દીકરી ના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ

વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની (પતિ-પત્ની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા 2,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ આવક મર્યાદા ની પાત્રતા લાભાર્થીના જન્મના  તરત આગળના વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે 

18 વર્ષની વયે અગાઉ દીકરી ના મૃત્યુના કિસ્સામાં વાહલી દિકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર થશે નહીં 

યોજના નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી?  કોને અરજી કરવી

વ્હાલી દિકરી યોજના નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ સી.ડી.પી.ઓ કચેરી/ ગ્રામ પંચાયત/ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ છે

 આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી હોય છે જેમની પાસેથી મંજુરી મળે છે કે તમને વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર છે કે નહીં

 તારીખ 2/8/2019 બાદ જન્મેલી દીકરીઓને કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે 

લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

 અરજી જન સેવા કેન્દ્ર/ સેવા સેતુ માં પણ આપી શકાય છે.

અરજી મળ્યા થી 15 દિવસમાં જે તે  સેજાને મુખ્યસેવિકા તે  ઘરની મુલાકાત લે છે અને જરૂરી ચકાસણી કરી  સી.ડી.પી.ઓ શ્રી ને મોકલે છે ત્યારબાદ  જે તે સી.ડી.પી.ઓ શ્રી એ જરૂરી ચકાસણી કરી પોતાનો અભિપ્રાય  મહિલા અને બાળ અધિકારી છે ને 15 દિવસમાં મોકલી આપે છે મહિલા અને બાળ અધિકારી શ્રી જે તે નિયમો  અનુસાર જરૂરી ચકાસણી કરી 15 દિવસમાં તમારી અરજી મંજૂર કે નામંજૂર છે  તેની તમને જાણ કરવામાં આવે છે 

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ  Yojana Documents

 દિકરીનું જન્મનું પ્રમાણપત્ર

માતા-પિતાના આધાર કાર્ડ

 માતાના જન્મનું પ્રમાણપત્ર

 માતા-પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ )

 કુટુંબમાં જન્મેલા અને હયાત  બાળકોના જન્મના દાખલા

સંતતિ  નિયમન નું પ્રમાણપત્ર (બીજું સંતાન હોય ત્યારે )

નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું

મળવાપાત્ર લાભ Yojana Benefit

પ્રથમ હપ્તો –  દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000 મળવાપાત્ર થશે

 બીજો હપ્તો –  નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6,000 સહાય મળવાપાત્ર થશે

 છેલ્લો હપ્તો –  18 વર્ષની ઊંમરે ખૂબ જ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ

મિત્રો હું આશા રાખું છું કે તમને વ્હાલી દિકરી યોજના વિશેની બધી જ માહિતી મળી ગઈ હશે તો તમે આ યોજનાનો જરૂર લાભ લેજો બીજાને પણ જાણ કરજો 





ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.



ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.










હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો . દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું . બાળ લગ્ન અટકાવવા . લાભાર્થીની પાત્રતા તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . > અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ | બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દિકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . ‘ હાલી દિકરી ’ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની ( પતિ - પત્નિની સંયુક્ત ) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા ૨,૦૦,૦૦૦ / - ( બે લાખ ) કે તેથી ઓછી રહેશે . આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે . તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે . ( પાછળ )















વ્હાલી દિકરી ’ યોજનામાં મળવાપાત્ર લાભ | પ્રથમ હપ્તો – દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦ / - મળવાપાત્ર થશે . > બીજો હપ્તો - નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬,૦૦૦ / - ની સહાય મળવાપાત્રા થશે . છેલ્લો હપ્તો - ૧૮ વર્ષની ઉંમર ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ / - ( એક લાખ ) સહાય મળવાપાત્ર થશે . પરંતુ દિકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ . આ યોજનાના મંજુરી ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે . દિકરીનું જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું આધાર કાર્ડ . દિકરીના માતા - પિતાના જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર . દંપતિના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા . નિયત નમુનાના સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું . વ્હાલી દિકરી ” યોજનાનું અરજીપત્ર આંગણવાડી કેન્દ્ર / સીડીપીઓ કચેરી / ગ્રામ પંચાયત | મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે . નોંધ : ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “ વ્હાલી દિકરી ” યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં . મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજ મહેલ કમ્પાઉન્ડ , બહુમાળી ભવનની બાજુમાં , મહેસાણા .















મહત્વપૂર્ણ લિંક.




તમામ સરકારી યોજનાઓ ની માહિતી અને તેનો લાભ લેવા કયા ડોકયુમેન્ટ જોઈએ તેનુ લીસ્ટ - 125 યોજનાઓ ની સંપૂર્ણ માહિતી pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો












IMPORTANT LINK.




Download Vhali Dikri Yojna click here


DownLoad form in PDF



Click Here Click Here to download Form










ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.

No comments:

Post a Comment