Search This Website

Thursday, April 29, 2021

મોટા સમાચાર: અહીં અઠવાડિયામાં ત્રણ દિવસ રહેશે લૉકડાઉન, રાજ્યની સરકારે લીધો નિર્ણય




મોટા સમાચાર: અહીં અઠવાડિયામાં ત્રણ દિવસ રહેશે લૉકડાઉન, રાજ્યની સરકારે લીધો નિર્ણય


ઉત્તર પ્રદેશમાં ઘેરાયું કોરોના સંકટ


અઠવાડિયામાં 3 દિવસના લૉકડાઉનનો સરકારે લીધો નિર્ણય


ગત 24 કલાકમાં નોંધાયા છે 29824 નવા નોંધાયા



ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા પ્રમાણે, આજે 29824 નોંધાયા છે. તો કોરોનાથી થનાર મૃત્યુદર પણ ઘટ્યો છે અને 24 કલાક દરમિયાન 266 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.



અઠવાડિયામાં 3 દિવસ સુધી રહેશે લૉકડાઉન

જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન હવેથી શુક્રવારે રાતે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. પહેલા લૉકડાઉન સોમવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થઇ જતું હતું પરંતુ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા સરકારે અઠવાડિયામાં 3 દિવસ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રયાગરાજમાં સૌથી વધુ લોકોના કોરોનાથી થયાં મોત

પ્રયાગરાજમાં સૌથી વધુ 21 લોકોના મોત થયાં છે, જ્યારે લખનઉ અને કાનપુર નગરમાં 13-13 લોકોએ જીવ ગુમાવ્યો છે, વારાણસીમાં 14 તથા ગાઝિયાબાદ અને નોએડામાં 12-12 લોકોના મોત થયાં છે.



એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા

વર્લ્ડોમીટરના આંકડા મુજબ દેશમાં બુધવારે એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને આ દરમિયાન 3647 લોકોના મોત થયા છે. મહામારીની શરુઆતથી આ પહેલી વાર છે કે જ્યારે દેશમાં એક દિવસમાં લગભગ 3 લાખ 80 હજારની આસપાસ નવા કેસ આવ્યા છે અને આટલી મોટી સંખ્યામાં મોત થયા છે. આ પ્રકારે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 18, 368, 096 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 204,812 લોકોના મોત થયા છે.

સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો

આ મહામારીથી અત્યાર સુધીમાં 15, 078, 276 લોકો સાજા થયા છે. મંગળવારે કોરોનાનાએ આવો જ ચિંતા વધારનારો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે એક દિવસમાં 3 લાક 62 હજાર નવા મામલા સામે આવ્યા અને 3285 લોકોના મોત થયા હતા. આંકડા મુજબ લગભગ 30 લાખ 80 હજારથી વધારે લોકો હવે સંક્રમિણની ઝપેટમાં છે. જે સંક્રમણના કુલ મામલાના લગભગ 17 ટકા છે. જ્યારે કોવિડથી સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો છે.



કોરોનાથી રોજ થનારા મોતના 79 ટકા મામલા 10 રાજ્યોમાંથી

મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તે 10 રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાથી રોજ થનારા મોતના 79 ટકા મામલા સામે આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે દેશમાં ગત 24 કલાકમાં 3647 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે મોત છે. આ સાથે મરનારાની સંખ્યા 204,812 પર પહોંચી છે. છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ તે 10 રાજ્યોમાં સામેલ છે.

No comments:

Post a Comment