Search This Website

Monday, April 5, 2021

ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો નવો ભાવ


ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો નવો ભાવ





ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો નવો ભાવ

posted on APRIL 6, 2021at 8:37 AM





મોંઘવારીનો ભાર


સિંગતેલ, કપાસિયા તેલના ભાવ વધ્યા


મકાઈના તેલના પણ વધ્યા ભાવ




રાજકોટમાં સીંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થતો જોવા મળ્યો છે. મોંઘવારી અને કોરોના મહામારીમાં આ રીતના ભાવ વધારાના કારણે સામાન્ય માણસની કમર તૂટી રહી છે.



જાણો કેટલા વધ્યા ભાવ અને શું છે નવા ભાવ

રાજકોટમાં સીંગતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થતાં ભાવ 2600 રૂપિયાને પાર પહોચી ચૂક્યો છે. આ સાથે જ કપાસિયા તેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 2190 રૂપિયા થયો છે.



મકાઈ તેલના ભાવમાં પણ થયો વધારો

મુખ્યતેલની સાથે સાઈડ તેલના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. તેમનું બજેટ ખોરવાયું છે. સીંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ તેલમાં 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 1940 રૂપિયા થયો છે.



કોરોના મહામારીની વચ્ચે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે કેટલાક દિવસોથી સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવોએ મુશ્કેલી વધારી છે. વધી રહેલા ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે. રાજકોટમાં સતત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતાં સ્થિતિ મુશ્કેલ બની છે. હજુ પણ આગામી સમયમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઇ શકે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. જો કે હાલમાં દેશમાં અને રાજ્યમાં પણ એક તરફ પેટ્રોલના ડીઝલના સતત ભાવ વધારાથી લોકો હેરાન છે.

No comments:

Post a Comment