મહામારી / અહીં ચૂંટણી ફરજમાં લાગેલા એટલા શિક્ષકોના કોરોનાથી મોત થયા કે હાઈકોર્ટ ભડકી, સરકારને ઝાટકી
posted on at
- યુપી પંચાયત ચૂંટણીમાં લાગેલા 135 શિક્ષકોના કોરોનાથી મોત
- હરદોઈ-લખીમપુરમાં સૌથી વધારે 20 શિક્ષકોના મોત
- જ્યાં જ્યાં ચૂંટણી ત્યાં ત્યાં કોરોના સંક્રમણનો રાફડો ફાટ્યો
- હાઈકોર્ટે પણ ખળખળી ઉઠી, સરકાર ક્યારે જાગશે
- શિક્ષકોના મોત માટે કોણ જવાબદાર-અલ્હાબાદ હાઈકોર્ટે આકરા પાણીએ
યુપીમાં જ્યાં જ્યાં ચૂંટણી ત્યાં કોરોનાના કેસોઓ માઝા મૂકી
મીડિયા રિપોર્ટ અનુસાર,પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષક, શિક્ષા મિત્ર અને અનુદેશકોના મોત થયા છે. તે ઉપરાંત પંચાયત ચૂંટણીના પ્રથમ તબક્કામાં તાલીમથી માંડીને ત્રીજા તબક્કાના મતદાન સુધી હજારો શિક્ષક, શિક્ષામિત્ર અને અનુદેશક કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. યુપીમાં હાલમા પણ જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં કોરોના સંક્રમણના કેસોમાં રાફડો ફાટ્યો છે.
ક્યાં કેટલા શિક્ષકોના મોત
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રવક્તાને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે પંચાયત ચૂંટણી બાદ હરદોઈ-લખીમપુરમાં 10-10, બુલંદશહેર, હાથરસ, સીતાપુર, શાહજહાંપુરમાં 8-8, ભદોહી, લખનઉ અને પ્રયાગરાજમાં 7-7, સોનભદ્ર,ગાઝિયાબાદ તથા ગોંડામાં 6-6, કુશીનગર, જૌનપુર, દેવરિયા,મહારાજગંજ તથા મથુરામાં 5-5, ગોરખપુર,બહરાઈચ,ઉન્નાવ અને બલરામપુરમાં 4-4 તથા શ્રાવસ્તીમાં 3 શિક્ષકોના મોત થયા છે.
135 શિક્ષકોના મોત માટે કોણ જવાબદાર-અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝાટકી
135 શિક્ષકોના મોતની ખબર સાંભળીને ખુદ હાઈકોર્ટ પણ ખળભળી ઉઠી હતી. હાઈકોર્ટે અત્યંત આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે 2020 ના અંતમાં જ્યારે કોરોના નબળો પડ્યો ત્યારે સરકાર પંચાયત ચૂંટણી કરાવવામાં વ્યસ્ત બની. જો સરકારે કોરોનાને રોકવા સતત પ્રયાસો કર્યાં હોત તો આજે બીજી લહેરનો સામનો કરવાનો વખત ન આવ્યો હોત. હાઈકોર્ટે કહ્યું કે જો આપણે હજુ પણ પરિસ્થિતિની સામે આંખ આડા કાન કરીશું અને તેમને મરવાની હાલતમાં છોડી દઈશું તો આવનારી પેઢી આપણને ક્યારેય પણ માફ નહીં કરે
હાઈકોર્ટે યુપી ચૂંટણી પંચને પણ ખખડાવ્યું
હાઈકોર્ટે યુપી ચૂંટણી પંચને પણ કારણ દર્શક નોટીસ જારીને કરીને બરોબરને ખખડાવ્યું હતું. હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે લાગે છે કે પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચે લોકોના જીવન બચાવવા માટે કંઈક કર્યું નથી. કોરોનાના કેસો હોવા છતાં પણ શિક્ષકોને ઈલેક્શન ડ્યુટીમાં રાખવામાં આવ્યાં. જાહેર હેલ્થ સિસ્ટમ ધરાશાયી થઈ છે તેવું સ્પસ્ટ કહેતા હાઈકોર્ટે લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા, કાનપુર, ગોરખપુર અને ઝાંસી સરકારી હોસ્પિટલોને દિવસમાં બે વાર હેલ્થ બુલેટિન સિસ્ટમ બહાર પાડવાનો આદેશ આપ્યો.
No comments:
Post a Comment