Search This Website

Saturday, April 24, 2021

જ્ઞાન રતન ધન પાયો

 

*જ્ઞાન રતન ધન પાયો* 2⃣

​🌍 અક્ષાંશ, ખગોળશાસ્ત્ર


1. પૃથ્વી પર દોરવામા આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય છે.

2. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળેથી સીઘી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ સીઘી રેખા અને વિષુવવૃત ની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખુણો એ સ્થળનુ અંક્ષાશ કહેવાય છે.

3. વિષુવવૃતથી કોઈ પણ જગ્યાનુ કોણીય માપ એટલે અક્ષાંશ.

4. 0 અક્ષાંશ તે પૃથ્વીના બરોબર મઘ્યમાંથી દોરવામા આવેલ અક્ષાંશ છે જેને વિષુવવૃત કહેવાય છે તથા તેને ભુમઘ્ય રેખા કહેવાય છે.

5. વિષુવવૃત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.

6. વિષુવવૃત એ સૌથી મોટોમાં મોટો અક્ષાંશ છે.

7. વિષુવવૃતથી ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ (ખંડ ગોળાર્ધ) અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ (જળ ગોળાર્ધ) કહેવાય છે.

8. પૃથ્વીના ગોળ આકૃતિના કારણે વિષુવવૃતથી ઘ્રુવો તરફ જતા અક્ષાંશ લંબાઈ ઘટતી જાય છે.

9. પૃથ્વીના પોતાની ઘરી પર પરીભ્રમણથી દિવસ-રાત બદલાય છે.

10. પૃથ્વીના સૂર્યની આસપાસ પરીક્રમણથી દિવસ - રાત લંબાઈ માં ફેરફાર અને ઋતુમાં ફેરફાર થાય છે.

11. ઉત્તર ગોળાર્ધમાં 23.5° ઉત્તર અક્ષાંશ એ કકઁવૃત અને 66.5° ઉત્તર અક્ષાંશ એ આકઁટીક સકઁલ કહેવાય છે.

12. દક્ષિણ ગોળાર્ધમાં 23.5° દક્ષિણ અક્ષાંશ એ મકરવૃત અને 66.5° દક્ષિણ અક્ષાંશ એ એન્ટાકઁટીક સકઁલ કહેવાય છે.

13. ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવ આવેલા છે.


----


🌐 ત્રણ કટીબંઘ આવેલા છે. 


1. ઉષ્ણ કટીબંઘ

2. સમશિતોષ્ણ કટીબંઘ

3. શીત કટીબંઘ / શીતોષ્ણ કટીબંઘ


> note -🌄ઉષ્ણ કટીબંઘમાં સૂર્યના સીઘા કિરણો પડે છે. સમશીતોષ્ણ કટીબંઘમાં સૂર્યના ત્રાંસા કિરણો પડે છે.


> કુલ અક્ષાંશની સંખ્યા 180° હોય છે અને 0° ને ગણતા કુલ 181° અક્ષાંશ થાય છે. 90 ઉત્તર અક્ષાંશ + 90 દક્ષિણ અક્ષાંશ + 0° વિષુવવૃત = 181 અક્ષાંશ


> કોઈ પણ બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111Km હોય છે. Ex 0°થી 1° અક્ષાંશ , 1° થી 2° અક્ષાંશ.....


> ભારત દેશ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટીબંઘમાં આવેલો છે.


----  


🇮🇳 ભારતના આઠ રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.


1. મધ્ય પ્રદેશ

2. ઝારખંડ 

3. મિઝોરમ

4. રાજસ્થાન

5. પશ્ચિમ બંગાળ

6. ત્રિપુરા

7. ગુજરાત

8. છતીસગઢ


> Note - વિશ્વના 16 દેશોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે


----


🛤 ગુજરાતના છ જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.


1. અરવલ્લી

2. મહેસાણા

3. સાબરકાંઠા

4. પાટણb

5. ગાંધીનગર

6. કચ્છ

*📚 મહાનુભાવોના ઉપનામ 📚*


 *💁🏼‍♂ગાંધીજી*

 👉રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત 

 ‎

*💁🏼‍♂સરદાર વલ્લભભાઈ પટેલ*

 👉સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક 


 *‎💁🏼‍♂મોહંમદ બેગડો*

👉 ગુજરાતનો અકબર

 ‎ 

*💁🏼‍♂ડૉ. ચંદુલાલ દેસાઈ*

👉 છોટે સરદાર 


*💁🏼‍♂જમશેદજી તાતા*

👉ભારતીય ઉદ્યોગ ના પિતામહ 


*💁🏼‍♂વર્ગીસ કુરિયન*

 👉શ્વેતક્રાંતિના જનક 

 

*‎💁🏼‍♂ડૉ. હોમી ભાભા*

👉અણુશક્તિના પિતામહ 


 *‎💁🏼‍♂જામ રણજીતસિંહજી*

👉ક્રિકેટનો જાદુગર


*💁🏼‍♂પુષ્પાબહેન મહેતા*

👉 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી


 ‎ *💁🏼‍♂ગણેશ વાસુદેવ માવળંકર*

👉ભારતની સંસદ ના પિતા 


 *‎💁🏼‍♂કુમારપાળ*

👉ગુજરાતનો અશોક


 ‎ *💁🏼‍♂ગિજુભાઈ બધેકા*

👉બાળકોની મુછાળી મા


 *💁🏼‍♂શ્રીમદ રાજચંદ્ર*

👉 સાક્ષાત સરસ્વતી 

 ‎

*💁🏼‍♂નરસિંહ મહેતા*

👉આદિ કવિ 

 ‎

*💁🏼‍♂મીરાબાઈ*

👉 દાસી જનમ જનમની

 ‎ 

*💁🏼‍♂અખો*   👉જ્ઞાન નો વડલો 

 

*‎💁🏼‍♂નર્મદ*

👉નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક 


*💁🏼‍♂ઝવેરચંદ મેઘાણી*

👉રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક 

 ‎

*💁🏼‍♂પ્રેમાનંદ*   👉મહાકવિ 


 *💁🏼‍♂ઉમાશંકર જોશી*

👉વિશ્વશાંતિનો કવિ

 ‎ 

*💁🏼‍♂પન્નાલાલ પટેલ* 

👉સાહિત્યજગતનો ચમત્કાર 


*💁🏼‍♂ન્હાનાલાલ*   👉કવિવર 

 ‎

*💁🏼‍♂કલાપી*

👉સૂરતાની વાડીનો મીઠો મોરલો 


*💁🏼‍♂ગોવર્ધનરામ ત્રિપાઠી*

👉પંડિતયુગના પુરોધા 


*💁🏼‍♂આનંદશંકર ધ્રુવ*

👉પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ 


 *‎💁🏼‍♂ચુનીલાલ આશારામ ભગત*

👉પૂજ્ય મોટા 


*💁🏼‍♂રવિશંકર રાવળ*

👉કલાગુરુ 

 

*💁🏼‍♂‎રવિશંકર મહારાજ* 

👉કળિયુગના રૂષી, મૂકસેવક 


*💁🏼‍♂નરસિંહરાવ દિવેટિયા* 

👉સાહિત્ય દિવાકર 


*💁🏼‍♂મોહનલાલ પંડ્યા*

 👉ડુંગળીચોર 


 *💁🏼‍♂‎ઈન્દુલાલ યાજ્ઞિક*

 👉અમીર શહેરના ગરીબ ફકીર 


*💁🏼‍♂મોતીભાઈ અમીન* 

👉ચરોતરનું મોતી

 ‎ 

*💁🏼‍♂રણજિતરામ વાવાભાઇ મહેતા* 

👉ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

 ‎ 

*💁🏼‍♂હેમચંદ્રાચાર્ય*   👉કલિકાલ સર્વજ્ઞ 

 

*‎💁🏼‍♂અખંડાનંદ*    👉જ્ઞાનની પરબ 

 ‎

*💁🏼‍♂કસ્તુરભાઈ લાલભાઈ*

👉શીલભદ્ર ,શ્રેષ્ઠી

 ‎

 *💁🏼‍♂પંડિત સુખલાલજી*

👉 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત 


 *‎💁🏼‍♂ફર્દુનજી મર્જબાન* 

👉ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ 

 ‎

*💁🏼‍♂એલેકઝાન્ડર ફાર્બસ*

👉લોકાભિમુખ રાજપુરુષ 


*💁🏼‍♂જમશેદજી જીજીભાઈ*

👉 હિન્દના હાતિભાઈ

No comments:

Post a Comment