કોરોનાના વિકરાળ સ્વરૂપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે, ભારતમાં હવે વધુ એક રસીને મંજૂરી મળી ગઇ છે
🔥ભારતમાં કોરોનાની રસીને લઇ સૌથી મોટા સમાચાર, ત્રીજી વેકસીનને મળી ગઇ મંજૂરી🔥
*કોરોના વાયરસના વિકરાળ સ્વરૂપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં હવે વધુ એક રસીને મંજૂરી મળી ગઇ છે. સોમવારના રોજ વેકસીન મામલાની સબ્જેકટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિકVને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતમાં આ રસીનો ઉપયોગ કરી શકાશે.*
*સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરાયો છે. તેના આધાર પર આ મંજૂરી મળી છે. જો કે આજ સાંજ સુધીમાં સરકાર દ્વારા તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે.*
*આપને જણાવી ભારતમાં સ્પુતનિક V હૈદરાબાદની ડૉ.રેડ્ડી લેબ્સની સાથે મળીને ટ્રાયલ કર્યું છે અને તેની સાથે જ પ્રોડક્શન ચાલી રહ્યું છે. એવામાં વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં રસીની અછતની ફરિયાદ ઓછી થઇ શકે છે.*
*સ્પુતનિક V દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. એવામાં સબ્જેકટ એક્સપર્ટ કમિટીની તરફથી સોમવારના રોજ આ રસીની મંજૂરી પર ચર્ચા થઇ.*
*અત્યારે દેશમાં બે રસીનો થઇ રહ્યો છે ઉપયોગ દેશમાં અત્યારે બે કોરોના રસીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સીરમ ઇન્સ્ટિયુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો ભારતમાં ઉપયોગ થઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઑગસ્ટ સુધીમાં ભારતમાં અંદાજે 6 રસીને મંજૂરી મળી શકે છે જેથી કરીને મોટી સંખ્યામાં ડોઝ તૈયાર કરી શકાય.*
No comments:
Post a Comment