હાથ જોડીને કહીએ છીએ લૉકડાઉન લગાવો : જાણો કયા રાજ્યની હાઇકોર્ટે કહેવું પડ્યું આવું
હાથ જોડીને કહીએ છીએ લૉકડાઉન લગાવો : જાણો કયા રાજ્યની હાઇકોર્ટે કહેવું પડ્યું આવું
posted on at
- ‘હાથ જોડીને કહી છીએ, લૉકડાઉન લગાવો’
- હાલત કાબૂમાં હોય તો લૉકડાઉન કરવામાં વિલંબ ન કરશો : હાઇકોર્ટ
- તમે તમારા પોતાના વિવેકનો ઉપયોગ કરો : હાઇકોર્ટ
ચૂંટણીઓમાં નિયમનું પાલન કેમ ન કર્યું : હાઇકોર્ટ
ઉત્તર પ્રદેશમાં સતત વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે અલાહાબાદ હાઇકોર્ટે ફરીવાર યોગી આદિત્યનાથ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે સવાલ કર્યા છે કે રાજ્યમાં પંચાયત ચૂંટણીઓમાં કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કેમ કરવામાં આવ્યું નહીં? આ સિવાય કોર્ટે ‘હાથ જોડી’ને ફરીવાર કહ્યું કે ઉત્તર પ્રદેશના મોટા શહેરોમાં 14 દિવાસમ માટે સંપૂર્ણ લૉકડાઉન લગાવો. નોંધનીય છે કે આ પહેલા પણ હાઇકોર્ટે પાંચ શહેરોમાં લૉકડાઉન કરવાના નિર્દેશ આપ્યા હતા જેના વિરુદ્ધ યોગી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી.
લૉકડાઉન કરવામાં મોડું ન કરશો : કોર્ટ
કોરોના વાયરસથી જોડાયેલા કેસની સુનાવણી કરતાં જસ્ટિસ સિદ્ધાર્થ વર્માએ કહ્યું કે અમે તમારાથી હાથ જોડીને કહીએ છીએ કે પોતાના વિવેકનો ઉપયોગ કરો. જજે કહ્યું કે જૉ રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં ન હોય તો બે સપ્તાહ માટે લૉકડાઉન કરવામા મોડું ન કરશો અને પોલિસી મેકર્સને સૂચનાઓ આપો.
બીજી વાર આપી લૉકડાઉનની સલાહ
નોંધનીય છે કે આ પહેલા હાઇકોર્ટે 26મી એપ્રિલે રાજ્યમાં મોટા શહેરોમાં પૂર્ણ લૉકડાઉન કરવા માટે નિર્દેશ આપ્યા હતા જોકે સરકારે આજીવિકા સંકટનો હવાલો આપીને લૉકડાઉન કરવાની ના પાડી હતી અને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. નોંધનીય છે કે હાલમાં યુપીમાં નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લૉકડાઉન લાગુ છે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ – 28મી એપ્રિલ, 2021
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં પહેલીવાર 3 હજારથી વધારે મોત થઈ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3293 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,61,162 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.
No comments:
Post a Comment