Search This Website

Tuesday, April 20, 2021

હવે વૅક્સિન માટે નહીં મારવા પડે ફાંફા! સરકાર વિદેશી કોવિડ વૅક્સિન પર કસ્ટમ ડ્યૂટી માફ કરી શકે છે




હવે વૅક્સિન માટે નહીં મારવા પડે ફાંફા! સરકાર વિદેશી કોવિડ વૅક્સિન પર કસ્ટમ ડ્યૂટી માફ કરી શકે છે







નવી દિલ્હી: દેશમાં બેકાબૂ બનેલી કોરોના વાઈરસની બીજી લહેરના કહેરને રોકવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ભારત સરકાર કોરોના વ‌‌ૅક્સિનેશન અભિયાનને વેગ આપવા મથી રહી છે. જેના પગલે કેન્દ્ર સરકાર વિદેશથી આયાત થનારી કોરોના વૅક્સિન પર કસ્ટમ ડ્યૂટી નહીં લગાવવાનો નિર્ણય લઈ શકે છે. આવી વૅક્સિન પર લાગતો 10 ટકા કસ્ટમ ડ્યૂટી માફ કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી દેશમાં આવનારી વિદેશી વ‌‌ૅક્સિનની કિંમતો પણ ઓછી થઈ શકશે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ વૅક્સિનની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે

જો કેન્દ્ર સરકાર આવો નિર્ણય લેશે, તો દેશમાં વૅક્સિનની જે અછત સર્જાઈ રહી છે, તેમાં મોટી રાહત મળશે. મોદી સરકારે રશિયાની સ્પૂતનિક-વી વૅક્સિનની આયાતને મંજૂરી આપી દીધી છે. આ વૅક્સિન ટૂંક સમયમાં જ ભારતમાં આવી જશે. આ સિવાય ફાઈઝર, મોર્ડના અને જૉનસન એન્ડ જૉનસનને પણ પોતાની કોવિડ વૅક્સિન ભારત મોકલવા માટે કહ્યું છે.

નામ ના આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર ખાનગી કંપનીઓને પણ વૅક્સિનની આયાતની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આ કંપનીઓ આ વૅક્સિન ઓપન માર્કેટમાં વેચી શકશે અને તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નહીં હોય. આ કંપનીઓને વૅક્સિનની કિંમત નક્કી કરવાની પણ છૂટ આપવામાં આવી શકે છે. અત્યાર સુધી દેશમાં કોરોના વૅક્સિનના ખરીદ-વેચાણ પર સરકારનું નિયંત્રણ હતું.


No comments:

Post a Comment