Search This Website

Monday, April 12, 2021

કોરોનાથી કેવી રીતે લડશે સુરત? કોવિડ હોસ્પિટલમાં ગંદકી વચ્ચે થઈ રહી છે સંક્રમિતોની સારવાર

કોરોનાથી કેવી રીતે લડશે સુરત? કોવિડ હોસ્પિટલમાં ગંદકી વચ્ચે થઈ રહી છે સંક્રમિતોની સારવાર

-April 13, 2021સુરત: શહેરની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓ નર્ક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બની ગયા છે. કોવિડ હોસ્પિટલની અંદરનો એક વીડિયો વાઈરલ થયો છે. જેં ત્યાં સારવાર લઈ રહેલા દર્દી દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને જાણ થશે કે, અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ કેવી બદતર હાલતમાં રહી રહ્યાં છે. Surat Covid Hospital


છેલ્લા 3 દિવસથી કોવિડ હોસ્પિટલના 6 માળ પર પાણી પણ નથી આવી રહ્યું. દર્દીઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે. પાણી ના આવતું હોવાના કારણે દર્દીઓ બાથરૂમ અને વોર્ડની આસપાસ ગમે ત્યાં લઘુશંકા કરી રહ્યાં છે. અહીં કોઈ સાફ-સફાઈ કરવા વાળુ પણ ફરકતું નથી. 20 થી 30 દર્દીઓ છેલ્લા 3 દિવસથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચે જીવી રહ્યાં છે.

આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, આવી સ્થિતિમાં દર્દીઓ કેવી રીતે સ્વસ્થ થશે? આવી સ્થિતિમાં જીવવા કરતાં સારુ છે કે ભગવાન મને મોત આપી દે. વોર્ડમાં રહેલા દર્દીઓની હાલત બદતર બનતી જાય છે. ના તો હોસ્પિટલનો સ્ટાફ યોગ્ય દેખરેખ કરી રહ્યો છે, ના તો ડોક્ટરો સમયસર આવી રહ્યાં છે. પરિવારજનો દ્વારા લાવવામાં આવેલી ખાણી-પીણીની વસ્તુઓ પણ દર્દી સુધી નથી પહોંચી શકતી. દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરી દે છે, પરંતુ તેની જાણકારી પરિવારજનોને પણ આપવામાં આવતી નથી. Surat Covid Hospital

આ પણ વાંચો: CM રુપાણીની મહત્વની જાહેરાત: લગ્ન કે અંતિમવિધિમાં 50થી વધુ વ્યક્તિ એકઠાં થવા પર પ્રતિબંધ


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અને ધારાસભ્યોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે શ્રેષ્ઠ સારવારનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ સ્થિતિ તદ્દન વિપરિત જોવા મળી રહી છે. ડોક્ટરો તો ઠીક નર્સ, સફાઈ કર્મચારી અને વોર્ડ બોયની પણ કમી જોવા મળી રહી છે. (ફાઈલ ફોટો)

No comments:

Post a Comment