Search This Website

Wednesday, April 21, 2021

ભારતમાં કોરોના વાઈરસના ટ્રિપલ મ્યૂટેન્ટનો ખતરો વધ્યો, વૅક્સિનથી વધુ નિયમોનું પાલન કરવું જરૂરી




ભારતમાં કોરોના વાઈરસના ટ્રિપલ મ્યૂટેન્ટનો ખતરો વધ્યો, વૅક્સિનથી વધુ નિયમોનું પાલન કરવું જરૂરી









નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં કોરોનાના ફેલાવાનું કારણે ડબલ મ્યૂટેન્ટ વાઈરસને માનવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોરોનાના આ ડબલ મ્યૂટન્ટને સમજવા રિસર્ચ ચાલી રહ્યું હતું, ત્યાં ટ્રિપલ મ્યૂટન્ટે કહેર મચાવી દીધી છે. 


મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેર ડબલ મ્યૂટેન્ટ વાઈરસના કારણે વધુ ઘાતક થઈ ગઈ છે. જો કે આ ડબલ મ્યૂટેન્ટમાં પણ ત્રણ અલગ-અલગ બદલાવ જોવા મળ્યાં છે. એટલે કે, તે ડબલની જગ્યાએ ટ્રિપલ મ્યૂટેન્ટ બની ચૂક્યો છે.

હાલના સમયે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાંથી લેવામાં આવેલા સેમ્પલોમાં 3 પ્રકારના સેમ્પલ મળી આવ્યા છે. આ સેમ્પલમાં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે. જે આપણાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કરતાં વધુ શક્તિશાળી બની રહ્યો છે અને આપણે ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છીએ.




મ્યૂટેશન શું હોય છે? COVID-19 
જે લોકોએ હૉલીવૂડની X-Man સિરીઝની મૂવી જોઈ હશે તેમને ખ્યાલ હશે કે મ્યૂટેશન કે મ્યૂટેન્ટ કોને કહેવાય? મ્યૂટેશન એટલે પ્રાકૃતિક ગુણોમાં બદલાવ કરીને ખુદમાં એક ખાસ વિશેષતા પેદા કરી લેવી અને બીજાથી વધારે શક્તિશાળી બની જવું. આવું જ કંઈક કોરોના વાઈરસમાં જોવા મળી રહ્યું છે. જેમાં અલગ-અલગ ઠેકાણે કોરોનામાં અલગ-અલગ બદલાવ જોવા મળી રહ્યાં છે. જેને મ્યૂટન્ટ નામ આપવામાં આવ્યુ છે. કોઈ પણ વાઈરસને સમજવા માટે તેનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. જેને સમજ્યા બાદ જ કોઈ વાઈરસને કંટ્રોલ કરવા માટેની દવાઓ કે વૅક્સિન બનાવવામાં આવે છે. આજ કારણ છે કે, કોરોના વિરોધી રસીને પણ વાઈરસમાં થઈ રહેલા મ્યુટેશનના હિસાબે ડેવલોપ કરવામાં આવે છે.

હાલ વૅક્સિનેશન સાથોસાથે સતર્કતા રાખીને જ આ વાઈરસ સામે લડી શકાય છે. વૅક્સિન લગાવી દીધી છે કે નથી લગાવી, તેના કરતાં પણ વધારે અગત્યનું છે કે, આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઈઝેશન જેવા કોવિડ નિયમોનું કેટલું પાલન કરી રહ્યાં છીએ. આ ઉપાયો થકી જ આપણે આ વાઈરસને ફેલાતો રોકી શકીએ છીએ.

No comments:

Post a Comment