Search This Website

Sunday, April 11, 2021

કડવા લીમડાના મીઠા ગુણ

 

*કડવા લીમડાના મીઠા ગુણ*

  

*કડવા લીમડાના પાનનો ધુમાડો કરવાથી બેક્ટેરિયા કે મચ્છર ઝડપથી ભાગી જતા હોય છે*


*હવે એક બે દિવસમાં ચૈત્ર મહિનાનો પ્રારંભ થશે એટલે ચૈત્ર માસમાં લીમડાનો મોર(ફૂલ) રાત્રે તાંબાના વાસણમાં આખી રાત પલાળી સવારે નરણે તે લીમડાના ફૂલને બરાબર ખાંડીને ફક્ત સાત,નવ કે અગિયાર દિવસ નિયમિત કડવા લીમડાનું આ પાણી સવારે નરણે કોઠે પીવાથી આખું વર્ષ ચામડીના રોગ,તાવ,શરદી, કફ,ઉધરસ,વાળને લગતા રોગ પર સીધો કાબુ મેળવી શકાય તેમ છે*


*આ કડવા લીમડાનો રસ પીવાથી કફ શરદી સળેખમ ઉધરસ રક્તવિકાર જેવા અનેક રોગ દૂર થઈ શકે છે*

*બ્લડને જન્તુરહિત રાખે છે*

*ડાયાબિટીસ ઝડપથી કંટ્રોલ કરે છે*

*આંખના રોગમાં ખૂબજ લાભ મળે*

* શરીરને ચેતનવંતુ બનાવે છે*

* ચામડી અને વાળને ચમકાવે છે*

*બીપીને કાબુમાં રાખે છે*


*આમ કડવા લીમડાના મોરનો ઉપયોગ ફકત નવ દિવસ પીવાથી બારેમાસ તમારા શરીરની કાળજી રાખે છે,તો ચાલો,,,,,આજથીજ લીમડાના મોરનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ,અને આખું વર્ષ તરોતાજા અને નિરીગી રહીએ*


*કેસુડાના ફૂલને રાત્રે પલાળીને સવારે તે નેચરલ પાણીથી સ્નાન કરીને તરોતાજા રહો*

*દિવસે 50ગ્રામ દેશી ગોળ ખાઈને ઉપર નવશેકું પાણી પીવાથી શક્તિ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થશે તેમજ આપની રોગપ્રતિકારક શક્તિ પણ ઝડપથી વધી શકે છે હિમોગ્લોબીન અને B12ની ઉણપ દૂર થઈ જશે*


*પરંતુ આપણને આવા મફત જેવા ઉપચાર કરવાનું ગમતું કે ફાવતું નથી કેમ ખરુને?,,,અને એટલેજ ઉધરસથી માંડીને કેન્સર સુધીના અનેક રોગની યાત્રા કરવી પડે છે*


*કારણ આપણને તો પેલી ટીવીની જાહેરાતો આખો દિવસ જોઈને મગજમાં મોટા મોલમાંથી શેમ્પુ,ફેસ ક્રીમ,અલગ અલગ પ્રકારના કેમિકલવાળા સાબુ, લોસન,હેરકલર હેરઓઈલ,,હેરડાઈ,પાવડર,બોડી લોશન,સ્પ્રે,સેન્ટ,આ બધું ઢગલાબંધ જોયા જાણ્યા વગર બસ ટ્રોલીઓ ભરી દઈએ છીએ પછી અનેક પ્રકારની બિમારીઓ આવી જાય છે જે આપણી સૌથી મોટી ભૂલ છે*


*જ્યાંસુધી કુદરતના ખોળે જીવવા પ્રયત્ન નહિ કરો ત્યાં સુધી અનેક રોગના શિકાર થવાનું જ છે આપણે રૂપિયા ખર્ચીને રોગને આમંત્રણ આપીએ છીએ,,,છતાં આપણને ખબર પડતી નથી,,,અને ખબર પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે*


*તો ચાલો જાગ્યા ત્યારથી અને જાણ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ આયુર્વેદ ઘરગથ્થુ ઉપચાર અપનાવીને જીવનભર નિરોગી રહેવા પ્રયત્ન કરીએ*


*બસ,, થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો*


*અમારું ગુજરાતી ભાષામાં સંકલન કરેલું પુસ્તક આરોગ્ય જીવન સંચિતા જેમાં યોગ આહાર આયુર્વેદ ઘરગથ્થુ ઉપચાર અને એક્યુપ્રેશરની સચિત્ર માહિતી આપવામાં આવેલી છે જે પુસ્તક રૂ 120/માં કુરિયર દ્વારા ઘેરબેઠાં મેળવવા માટે અમારો સંપર્ક કરો અને આ પુસ્તક કોઈપણ સમાજના સમૂહલગ્નમાં નવપરિણીત યુગલો માટે નિશુલ્ક ભેટ સ્વરૂપે મફતમાં આપવામાં આવશે તો જેમને જરૂર હોય તેમને અગાઉ જાણ કરીને અમારા ઘરે આવીને લઈ શકો છો*


*અમારો ઉદ્દેશ્ય ફકત વેચવાનો નહિ પરંતુ આયુર્વેદની જાગૃતિ લાવવાનો પ્રયાસ છે આપ ગમે ત્યાંથી ખરીદો પરંતુ શુદ્ધ અને સાત્વિક ખરીદજો*


*અમારી વંદે આયુર્વેદની તમામ આયુર્વેદિક ઔષધિઓ પાવડર કે ગોળી અને એક્યુપ્રેશરના તમામ પ્રકારના સાધનો કુરિયર દ્વારા ઘેરબેઠાં મેળવવા માટે અમારો સંપર્ક કરો તેમજ તેની PDF ફાઈલ જેમને જરૂર હશે તેમને મોકલી આપવામાં આવશે*


*સંક્રમણથી બચવા અનાજને અને બહારના તૈયાર નાસ્તા શક્ય તેટલું ઓછું ખાઓ દિવસ દરમિયાન હુંફાળું પાણી જેમાં તુલસીના અર્કના બે ટીપાં નાખીને ચૂસકી લગાવીને ઘૂંટડે ઘૂંટડે બેસીને જ પીવો અજમો અને કપૂર્ ની પોટલી બનાવીને સુઘતા રહો*


*નિરોગી જીવનશૈલીનું રહસ્ય એટલે ચાવીને ખાશો તો આપના આરોગ્યની ચાવી આપની પાસે રહેશે નહિ તો ડોકટર પાસે રહેશે હવે નક્કી આપને કરવાનું છે કે મારે શું કરવું,,,*


*અને,,, હા,,, એકવાત તો કહેવાની રહી ગઈ કે આજથી જ સૂતા પહેલાં આપની નાભિમાં ગાયના ઘી ના કે નશ્યનાં ત્રણ ટીપાં નાખીને બરાબર આંગળી ફેરવીને સૂઈ જવાથી ગળાથી ઉપરના તમામ રોગ પર સીધો કાબુ મેળવી શકાય છે*


*છેલ્લે ,,,,દિવસમાં દર ચાર કલાકે એકવાર ખડખડાટ હસીને દિવસ પસાર કરશો તો આ સ્માઈલની ફાઈલ થી ડોકટર કે દવાની ફાઈલ નહિ બને*


*ઈશ્વરનો આભાર માનવાનું ભૂલતા નહિ કારણ પૂરા વિશ્વમાં રોજના લાખ્ખો માનવી પરમધામ પહોંચી જતા હોય છે પરંતુ આપણે ઉઠી શકીએ છીએ*


*જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થાય તેવું કાર્ય કરશો તો કદાચ જીવનભર એલોપથી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ કારણ દુવાની તાકાત દવા કરતા એક લાખ ઘણી વધારે હોય છે એકવાર,,,અનુભવ તો કરી જુઓ

No comments:

Post a Comment