Search This Website

Friday, April 2, 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૩૦ સભ્યો સાથે ઇંગ્લેન્ડ જઈ શકશે ભારતીય ટીમ

 

NewsPoint

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૩૦ સભ્યો સાથે ઇંગ્લેન્ડ જઈ શકશે ભારતીય ટીમ

। દુબઈ ।

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા કોરનાકાળ અને ક્વોરન્ટાઈનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિનિયર ટૂર્નામેન્ટો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આઈસીસી દ્વારા સિનિયર ટૂર્નામેન્ટ માટે વધારાના સાત ખેલાડીઓ અથવા તો સહયોગી સ્ટાફને લઈ જવાની પરવાનગી આપી દીધી છે. તેના પગલે જૂનમાં ઇંગ્લેન્ડ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ હવે ૩૦ સભ્યો સાથે પ્રવાસ કરી શકશે. તાજેતરમાં આઈસીસીની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા. આઈસીસીએ સ્પષ્ટ જણાવ્યું કે, સિનિયર ટૂર્નામેન્ટમાં જે સાત વધારના ખેલાડીઓ અથવા તો સપોર્ટ સ્ટાફને લઈ જવામાં આવશે તે તમામ લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે ક્વોરન્ટાઈનના નિયમોનું કડક પાલન કરવું પડશે અને ટીમના તમામ સભ્યોએ બાયો બબલમાં જ રહેવું પડશે.

મહિલા ક્રિકેટમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા

આઈસીસી દ્વારા મહિલા ક્રિકેટના નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલું તો પાંચ ઓવરનો જે બેટિંગ પાવર પ્લે આપવામાં આવતો હતો તેને દૂર કરવામાં આવ્યો છે. બીજો ફેરફાર એવો કરાયો છે કે, હવે તમામ ટાઈ મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા લાવવામાં આવશે. તે ઉપરાંત પૂર્ણકાળની મહિલા ટીમોને સ્થાયી ટેસ્ટ અને વન-ડેનો દરજ્જો આપવાનો પણ મહત્ત્વનો નિર્ણય આઈસીસી દ્વારા લેવાયો હતો. તે ઉપરાંત ૨૦૨૨માં ર્બિંમગહામ ખાતે રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની તમામ મેચ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ગણાશે.

પહેલો મહિલા અંડર ૧૯ વર્લ્ડ કપ જાન્યુઆરી ૨૦૨૩માં યોજાશે

બોર્ડ દ્વારા આ પહેલાં મહિલા અંડર ૧૯ વર્લ્ડ કપ સ્થગિત કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. આ વર્લ્ડ કપ ૨૦૨૧ના અંતમાં બાંગ્લાદેશ ખાતે યોજવાનો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં અંડર ૧૯ના કાર્યક્રમો ઉપર મોટી અસર પડી છે અને ટીમો વર્લ્ડ કપ માટે પૂરતી તૈયારીઓ કરી શકી નથી. તેના કારણે હવે પહેલો મહિલા અંડર ૧૯ વર્લ્ડ કપ જાન્યુઆરી ૨૦૨૩માં યોજાશે. મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ માટેના વર્લ્ડ ક્વોલિફાયર આ વર્ષે ડિસેમ્બરમાં જ યોજાશે. આઈસીસી દ્વારા મેલ જોન્સ અને કેથરિન કેમ્પબેલને મહિલા સમિતિના પૂર્ણકાલન પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે.


No comments:

Post a Comment