સતત ત્રીજા વર્ષે ભારતમાં ચોમાસામાં થશે સારો એવો વરસાદ
ભારતમાં હવામાન વિભાગ અનુસાર સતત ત્રીજા વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આઈએમડીએ શુક્રવારે પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ સામાન્ય રહેશે.
આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે આઈએમડીએ આવી રીતની આગાહી આપી છે. આઈએમડીએ કહ્યું છે કે, ચોમાસાનું સામાન્ય રહેવાની શક્યતા 40 ટકા છે, જ્યારે સામાન્યથી વધારે રહેવાની સંભાવના 21 ટકા છે.
આનાથી પહેલા 1996, 1997 અને 1998માં સતત ત્રણ વર્ષ ભારતમાં સારો એવો વરસાદ થયો છે.
આઈએમડી અનુસાર 15 મેના દિવસે કેરલમાં ચોમાસાના આગમન સાથે જોડાયેલી આગાહી રજૂ કરી કરવામાં આવશે.
સ્કાયમેટ વેધરે 2021 ના દુષ્કાળગ્રસ્તનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે, જ્યારે આઇએમડીએ તેની આગાહીમાં જણાવ્યું છે કે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની સંભાવના 14 ટકા છે.
સારા ચોમાસાની સંભાવના ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર માનવામાં આવે છે.
સારા ચોમાસાનો અર્થ એ છે કે ખરીફ પાકને ફક્ત સંપૂર્ણ પાણી મળશે, તેની સાથે પાકની આગામી સિઝન માટે પાણીના સ્ત્રોતો પણ ભરવામાં આવશે.
દેશના ખેડૂતોને રાહત આપવાની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે 98 ટકા વરસાદ થશે અને અલ નીનોની શક્યતા પણ ઓછી રહેશે.
સ્કાયમેટ દ્વારા પણ સારા ચોમાસાની આગાહી કરાઈ હતી જેમાં કહેવાયું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આ સાથે જ આ વર્ષે દેશમાં 98% વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ઓડિશા, ઝારખંડ, UP, અસમમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના જોવા મળે છે. તો સાથે જ આ વખતે અલનીનોની સંભાવના ઓછી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 2.34 લાખ નવા કેસ, 1341 લોકોના મોત
ગુજરાતભરમાં HRCT- THORAX સિટી સ્કેનના ભાવ સરકારે નક્કી કરી દીધા
હવામાન વિભાગે આપ્યું અનુમાન
દેશના વિવિધ ભાગમાં સામાન્યથી અધિક વરસાદ થશે. આ વખતે મોનસૂન એલપીએનો 98 ટકા રહેશે જેનાથી સામાન્ય વરસાદ થશે. આ એક સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. આ પહેલો અવસર છે જ્યારે પૂર્વાનુમાન જાહેર કરાયું છે. આઈએમડી આવનારા 4 મહિનાનું પૂર્વાનુમાન પણ જાહેર કરશે. આઈએમડીના 4 ભાગ ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર, મધ્ય ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપને માટે પણ પૂર્વાનુમાન જાહેર કરાયું છે. ગયા 2 સીઝનમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો. દેશમાં સરેરાશ 88 સેમી વરસાદ છે.
અલ નીનોની શક્યતા ઓછી
મળતી માહિતી અનુસાર લા નીના અને અલ નીનો કારક ભારતીય મોનસૂન પર પ્રમુખ પ્રભાવ રાખે છે. આ વખતે અલ નીનોની સંભાવના ઓછી છે. કહેવાઈ રહ્યું છે કે હાલના વર્ષોમાં લા નીનાના બાદના વર્ષમાં સામાન્ય વરસાદની સીઝન જોવા મળી રહી છે. હાલમાં સ્કાયમેટ વેધરે પણ મોનસૂન સામાન્ય રહેવાની વાત કરી હતી. સ્કાયમેટના અનુસાર જૂન થી સપ્ટેમ્બરના સમયે વરસાદનો દીર્ઘાવધિ સરેરાશ 103 ટકા રહેશે. આ સમયે 96-104 ટકાની વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે.
No comments:
Post a Comment