અમદાવાદમાં હોમ આઈસોલેટેડ દર્દીઓને પણ મળશે રેમડેસિવિર ઈન્જેક્શન, જાણો કેવી રીતે
posted on at
- રેમડેસિવિર ઈન્જેક્શન મામલે અમદાવાદના તંત્રએ લીધો નિર્ણય
- હોમ ક્વોરોન્ટાઈ દર્દીને પણ આપવામાં આવશે રેમડેસિવિર
- તબીબોના સૂચન રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો નિર્ણય
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી રોજબરોજ વધી રહી છે. હાલમાં મોટાભાગના ઈન્જેક્શન હોસ્પિટલમાં દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્રએ હવે આ મામલે નવો આદેશ કર્યો છે. જેમાં હોમ આઈસોલેટેડ દર્દીઓને પણ ઈન્જેક્શનની જરૂર પડશે તો આપવામાં આવશે. હોસ્પિટલની સાથે હોમ આઈસોલેટેડ દર્દીઓને પણ તબીબોની સૂચના મુજબ ઈન્જેક્શન આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરાયો છે.
ક્યાંથી મળશે ઈન્જેક્શન
અમદાવાદ કોર્પોરેશનની પાત્રતા પ્રમાણે કોરોના પોઝિટીવ દર્દીને કે, જે હોમ આઈસોલેશનમાં છે. તેમને પણ અમદાવાદ હોસ્પિટલ, નર્સિંગ એસોસિએશ અને હોસ્પિટલો દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.
રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે નવો નિર્ણય
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે એક તરફ અછત અને પડાપડી થઈ રહી છે. તો રેમડીસિવિર ઈન્જેક્શનને લઈ સૌથી મોટો નિર્ણય કર્યો છે. હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ ઈન્જેક્શન મળી શકશે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પણ આ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે.
સરકારે એક જ દિવસમાં ખરીદ્યા નવા 2 લાખ ઈન્જેક્શન
આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે 2 લાખ કરતા વધુ ઇન્જેક્શન ખરીદ્યા છે. એન્ટીજન ટેસ્ટના આધારે પણ ઇન્જેક્શન આપવામાં આવશે. એક જ દિવસમાં 2 લાખથી વધુ ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં હવે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાય છે.
સરકારના વકીલ કમલ ત્રિવેદીએ રેમડેસિવિર અંગે આપ્યું નિવેદન
ગુજરાત હાઈકોર્ટેમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અનેક મામલે સરકાર પાસેથી જવાબ લીધા હતા. તો પત્રકારો સાથે વાતચીત કરતા સરકારના વકીલે રેમડેસિવિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી.
આ સાથે કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના બાળકો, ગરીબ વર્ગો માટે સરકારે કોવિડ સેન્ટરો બનાવ્યા છે. અને હોસ્પિટલ બહાર જે રીતે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીને રાહ જુએ છે. તે મામલે SOP બહાર પડાશે. અને દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાના છે તેની સ્પષ્ટતા પહેલા કરાશે. તેવી વાત પણ સરકારના વકીલ કમલ ત્રિવેદીએ કરી હતી.
No comments:
Post a Comment